ETV Bharat / state

ધરમપુરના બારોલીયા ગામે પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

ધરમપુરમાં પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત, પૂર્વ સૈનિક સંગઠન અને રામ ચિકિત્સાલય બારોલીયા ધરમપૂર તેમજ શ્રી સાઈનાથ સેવાભાવી મંડળ બિનવાળાના સહયોગથી ધરમપુરમાં બારોલીયા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Blood camp
Blood camp
author img

By

Published : Nov 22, 2020, 3:36 PM IST

પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે સામાજિક પ્રવૃત્તિ

ધરમપુરના બારોલીયા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

ધરમપુર: પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન અને રામ ચિકિત્સાલય બારોલીયા ધરમપુર તેમજ શ્રી સાઈનાથ સેવાભાવી મંડળ બિનવાળાના સહયોગથી ધરમપુર ગામમાં બારોલીયા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બારોલીયા ગામના સરપંચ ગણેશભાઈ બીલારી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ પાડવીએ હાજરી આપી દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે સામાજિક પ્રવૃત્તિપૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ધરમપુર-કપરાડા અને આહવા જેવા વિસ્તારમાં બેરોજગાર બનેલા યુવાનોને વિવિધ સરકારી સેવાઓમાં એટલે કે આર્મી, નેવી, બીએસએફ જેવી અનેક જગ્યાઓ પર જવા માટે ફિટનેસ ટ્રેનિંગ નિઃશુલ્ક આપવામાં આવે છે. સાથે પોતાનું સામાજિક દાયિત્વ પણ પૂર્ણ કરવા માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે, જેવી કે સાફ-સફાઈ, ગરીબોને અનાજનું વિતરણ, કપડાં વિતરણ જેવી અનેક કામગીરી કરાઈ રહી છે. ધરમપુરના બારોલીયા ખાતે કરાયવું રક્તદાન શિબિરનું આયોજનગ્રામીણ કક્ષાએ વસવાટ કરતા લોકો આજે પણ રક્તદાન કરવા માટે જલ્દી આગળ આવતા નથી. લોકોને રક્તદાન કરવા માટે જાગૃતતા લાવવાના હેતુથી માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના યુવક યુવતીઓ દ્વારા આજે બારોલીયા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રી મિલેટ્રી ટ્રેનિંગ લઈ રહેલા યુવક યુવતીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.સો બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતોધરમપુર અને કપરાડા વિસ્તારમાં અનેક દવાખાનાઓમાં જિંદગી સામે ઝઝૂમી રહેલા લોકોને પડતી રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે રક્તદાન શિબિર કરવી ખૂબ જરૂરી છે અને આવી જરૂરિયાત મંદ લોકોને સમયસર મળી રહે એવા હેતુથી માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના યુવક યુવતીઓ દ્વારા આજે રક્તદાન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે લોકોએ સ્વયમ આગળ આવીને રક્તદાન કરવું જોઈએ જેથી કરીને કોઈની જિંદગી બચી શકે.યુવતીઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યુંમાજી સૈનિક સેવા ફાઉન્ડેશનમાં pre-military ટ્રેનિંગ લઇ રહેલી યુવતીઓ દ્વારા પણ ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું હતું. આ યુવતીએ જણાવ્યું કે મહિલાઓ દરેક જગ્યા ઉપર પુરુષની સમક્ષ છે. ત્યારે રક્તદાન કરવા માટે તેઓ પણ કેમ પાછળ રહે એમ કહી અનેક યુવતીઓએ પણ રક્તદાન કર્યું અને જણાવ્યું કે રક્તદાન કરવાથી જો કોઈની જિંદગી બચી હોય તો દરેક લોકોએ રક્તદાન કરવું જોઈએ.આજે આ કાર્યક્રમ દરમિયાન બારોલીયા ગામના સરપંચ ગણેશભાઈ બિરારી, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ પાડવી, બરૂમાળ ગામના સરપંચ ગણેશભાઈ, શ્રી રામ ચિકિત્સાલય ના ડોક્ટર રમણભાઈ પટેલ, જયેશભાઈ નલીનીબેન અનિતાબેન તેમજ સાંઈ સેવા મંડળના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.