વલસાડઃ કોરોના મહામારીને લઇને વાપી ખાતે રક્તની ઘટને પુરી કરવા માટે અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા અન્ય સંસ્થાઓ, ઉદ્યોગોના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો.
કોરોના મહામારી દરમિયાન વલસાડ જિલ્લામાં રક્તની ઘટ વર્તાઈ રહી છે, ત્યારે આ ઘટને પુરી કરવી માટેે અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ, વાપી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ મહિલા મંડળ, પતંજલિ યોગ સમિતિ, ઝેન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રક્તદાન કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતું.