ETV Bharat / state

વલસાડમાં જલારામ અન્નપૂર્ણા સેવા મંડળ દ્વારા ડુમલાવ ગામે રક્તદાન શિબિર યોજાઈ - Blood donation camp held

પારડી તાલુકાના ડુમલાવ ગામે આવેલા દેસાઈ ફળીયાના જલારામ મંદિર ખાતે સ્થાનિક યુવાનો અને જલારામ અન્નપૂર્ણા સેવા મંડળના સહયોગ દ્વારા શનિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક યુવકો અને આસપાસના ગામના યુવાનોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું. જેમાં 26 બોટલ યુનિટ રક્ત એકત્ર થયું હતું.

જલારામ અન્નપૂર્ણા સેવા મંડળ દ્વારા ડુમલાવ ગામે રક્તદાન શિબિર યોજાઈ

author img

By

Published : Jun 29, 2020, 2:02 PM IST

વલસાડ : પારડી તાલુકાના ડુમલાવ ગામે જલારામ અન્નપૂર્ણા સેવા મંડળ દ્વારા શનિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન દેસાઈ ફળિયામાં આવેલા જલારામ બાપાના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

લોકડાઉન જેવા સમયમાં રક્તદાન કેન્દ્રમાં પણ રક્તની અછત સર્જાઈ હતી. તેવા સમયે જરૂરિયાત મંદ લોકોને રક્તની માંગને પહોંચી વળવા માટે અનેક સ્થળ ઉપર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તે મુજબ શનિવારના રોજ ડુમલાવ ખાતે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કરવા જોડાયા હતા.

જલારામ અન્નપૂર્ણા સેવા મંડળ દ્વારા ડુમલાવ ગામે રક્તદાન શિબિર યોજાઈ

સામાન્ય રીતે ગ્રામીણ કક્ષાએ રક્તદાન માટે યુવાનોમાં હજુ સુધી જાગૃતતા ખૂબ ઓછી છે, પરંતુ જે યુવાનો તેની ગંભીરતા અને અન્યોના જીવ બચી શકે તેવી સમજ છે તેઓ સ્વંય જ રક્તદાન કરતા હોય છે. લોકડાઉનમાં પણ અનેક લોકોને લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે રક્તદાન શિબિરનું આયોજન થાય છે. જે પૈકી શનિવારે જલારામ મંદિર ડુમલાવ ખાતે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. જેમાં વલસાડ રક્તદાન કેન્દ્રના કર્મચારીઓએ ખડે પગે સેવા આપી હતી. રક્તદાનને અંતે 26 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ તકે કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાન અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી. ભાજપ યુવા મોરચાના ઉપ પ્રમુખ મયંકભાઈ પટેલ, જલારામ અન્નપૂર્ણા યુવક મંડળના સંચાલક જીતુભાઇ પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

રક્તદાન શિબિર યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.