ETV Bharat / state

Vapi municipality election 2021: 44માંથી 37 બેઠક પર ભાજપનો કબજો, 7 બેઠક પર 'પંજો' જીત્યો - વાપી નગરપાલિકાની ચૂંટણી 2021માં ભાજપનું પ્રદર્શન

વાપી નગરપાલિકાની ચૂંટણી (vapi municipality election 2021)માં 44માંથી 44 બેઠક કબજે કરવાનો ભાજપ (bjp in vapi municipality election 2021)નો સંકલ્પ અધૂરો રહ્યો છે. 11 વોર્ડની 44 બેઠક યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 37 બેઠકો જીતી છે. તો કૉંગ્રેસે (congress in vapi municipal elections 2021) 7 બેઠકો પર પંજો માર્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (aap in gujarat municipal elections 2021)એ 24 ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા, જેમાં મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જમા થઇ હતી.

Vapi municipality election 2021: 44માંથી 37 બેઠક પર ભાજપનો કબજો, 7 બેઠક પર 'પંજો' જીત્યો

author img

By

Published : Nov 30, 2021, 6:57 PM IST

  • વાપી નગરપાલિકાની બેઠકમાં ભાજપે 37 સીટ કબજે કરી
  • ગત ટર્મની સરખામણીએ ભાજપની 4 સીટ ઘટી
  • કોંગ્રેસે 7 સીટ કબજે કરી, AAPના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જમા

વલસાડ: જિલ્લાના વાપી નગરપાલિકા (vapi municipality election 2021)ના 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી જાહેર થયા બાદ 1 બેઠક ભાજપે (bjp in vapi municipality election 2021) બિન હરીફ મેળવતા 28મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થયુ હતું. જેની 30 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપે 36 સીટ અને કોંગ્રેસે (congress in vapi municipal elections 2021) 7 સીટ કબજે કરી હતી. ભાજપે ફરી એકવાર વાપી નગરપાલિકામાં સત્તા સંભાળી છે. જો કે 44માંથી 44 બેઠક કબજે કરવાનો ભાજપનો સંકલ્પ અધૂરો રહ્યો છે.

સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ

વાપી નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકના મતદાન બાદ PTC કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થયો હતો, જેમાં શરૂઆતથી જ વોર્ડ નંબર-1માં ભાજપ પેનલના ઉમેદવારોએ વિજય મેળવી વિજયના શ્રીગણેશ કર્યા હતા. પાલિકાના મતદાન બાદ હાથ ધરાયેલી મતગણતરી (municipality election vote counting)માં વોર્ડ નંબર 1, 2, 3, 4, 7, 8, 9, 10 અને 11માં ભાજપના ઉમેદવારોની પેનલ વિજય બની હતી. જ્યારે વોર્ડ નંબર-5માં ભાજપના એક જ ઉમેદવારને વિજય મળ્યો હતો.

વાપીમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય

આમ આદમીના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવી પડી

કોંગ્રેસના 3 ઉમેદવારોએ વિજય મેળવી ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ વોર્ડ નંબર-6માં કોંગ્રેસની પેનલના તમામ ચારેય ઉમેદવાર વિજેતા બન્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટી (aap in gujarat municipal elections 2021)ના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

જીતેલા ઉમેદવારોએ મેળવેલા મત

વાપી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ (vapi municipality election result 2021)ની વાત કરીએ તો વોર્ડ નંબર-1માં ભાજપના જ્યોતિ પટેલને 2,346, સેજલ પટેલને 2,285, જીતેન્દ્ર કાલાવડીયાને 2,366 અને જયેશ કંસારાને 2,257 મત મળતા આ બેઠક પર ભાજપની પેનલે વિજય મેળવ્યો હતો. વોર્ડ નંબર-2માં ભાજપના જશોદાબેન પટેલને 3122, તસ્લિમ બાબુલને 2840, મનોજ નંદાણીયાને 2,879, ધર્મેશ પટેલને 2,872 મત મળ્યા હતા. વોર્ડ નંબર-3માં ભાજપના અર્ચના દેસાઈને 2,802, દેવલ દેસાઈને 2,660, પરીક્ષિત પટેલને 2,623, સુરેશ પટેલને 2,499 મત મળ્યા હતા. વોર્ડ નંબર-4માં ભાજપના ઉમેદવાર ભારતી ચૌહાણને 2,521, શીલા કટારમલને 2,248, કૌશિક પટેલને 2,618, મનોજ પટેલને 2,450 મત મળ્યા હતા.

વોર્ડ નંબર-3માં ભાજપના અર્ચના દેસાઈને 2,802 મળ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવારે મેળવેલ મત

ત્યારબાદ વોર્ડ નંબર-5માં કોંગ્રેસના 3 ઉમેદવારો જેમાં કૃપાલી પટેલને 3,051, જીનલ પટેલને 2,754, દિનેશ પ્રસાદને 2,790 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર નયના પટેલને 2,992 મત મળ્યા હતાં. વોર્ડ નંબર-5ની બેઠક પર ભાજપના 3 ઉમેદવારોને કારમી હાર આપી કોંગ્રેસે ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ વોર્ડ નંબર-6માં પણ કોંગ્રેસેની પેનલ વિજેતા બની હતી, જેમાં વોર્ડ નંબર-7માં નસરિમ બાનુ પાનવાલાને 2,720, મીનાબેન પટેલને 2,468, પીરમહંમદ મકરાણીને 2,746, તો ખંડુભાઈ પટેલને 2,964 મત મળ્યા હતા.

વોર્ડ નંબર-7માં ભાજપના 2 ઉમેદવારોની હેટ્રિક

વોર્ડ નંબર-7માં ભાજપના મનિષાબેન મહેતાને 2,772, મુકુંદા પટેલને 2,465, દિલીપ યાદવને 2,935, સતીશ પટેલને 2,450 મત મળ્યા હતા. વોર્ડ નંબર-8માં ભાજપના અપેક્ષા શાહને 3,419, નેહલ નાયકને 2,974, નિલેશ નાયકાને 3,021, અભય શાહને 3,211 મત મળ્યા હતા. વોર્ડ નંબર-9માં ટીનાબેન હલપતિને 3,150, કાશ્મીરા શાહને 3,301, કુંજલ શાહને 3,281, મિતેષ દેસાઈને 3,056 મત મળ્યા હતા. વોર્ડ નંબર-10માં ગંગાબેન હલપતિને 2,213, દિવ્યેશ પટેલને 2,216, મંગેશ પટેલને 2,116 મત મળ્યા હતા. વોર્ડ નંબર-10ની એક બેઠક બિનહરીફ રહી હતી. વોર્ડ નંબર-11માં ભાજપના ઉમાબેન હલપતિને 3,171, નસીમાં અન્સારીને 2,568, પંકજ પટેલને 2,674 અને નિલેશ રાઠોડને 2,500 મત મળ્યા હતા.

વોર્ડ નંબર-1માં ભાજપના જ્યોતિ પટેલને 2,346 વોટ મળ્યા.

કોંગ્રેસે વાઘ બનીને લડી લીધું

કોંગ્રેસની ગત ટર્મની સરખામણીએ આ વખતે 4 સીટ વધતા કુલ 7 સીટ પર કોંગ્રેસે જીત મેળવી છે. ત્યારે વોર્ડ નંબર-6 પરથી સતત 7મી વાર વિજેતા બનેલા પીર મહમંદ મકરાણીએ અને સતત ચોથી વખત વિજેતા બનેલા ખડુંભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ જીત મતદારોની જીત છે. સત્તા પાર્ટીએ તમામ તાકાત લગાડી બહુમતીના જોરે સત્તા મેળવી છે. કોંગ્રેસના ઉમેદવારને ગરીબડા સમજ્યા હતા, પરંતુ વાઘ બનીને લડી લીધું છે. કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતી તેમ છતાં લોકોના કામ કર્યા છે. આ જીત લોકોની છે, જેણે સતત પાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત અપાવી છે.

નાણાપ્રધાનના પ્રચાર બાદ પણ 4 સીટ ઘટી

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ તેમના 24 ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા, જેમાં મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જમા થઇ હતી. જ્યારે ભાજપના કનુ દેસાઈ (kanu desai in municipal election 2021) સહિતના આગેવાનોએ ડૉર ટૂ ડોર ચૂંટણી પ્રચાર (door to door election campaign by bjp gujarat) કર્યો હોવા છતાં 4 સીટ ગુમાવવી પડી છે. કોંગ્રેસને ગત ટર્મમાં 3 સીટ સામે આ વખતે વધુ 4 સીટ સાથે કુલ 7 સીટ મળી છે.

આ પણ વાંચો: Vapi municipal elections:વાપી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

આ પણ વાંચો: Gram Panchayat elections 2021: ચૂંટણી જાહેર થતા જ સરકારી કચેરીઓમાં ઉમેદવારી કરનારાઓની દોડધામ વધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.