વાપી : વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય કનું દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની જિલ્લામાં અનેરી ઊજવણી કરી શકાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે. જે નિમિત્તે રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 70માં જન્મ દિવસની ઉજવણી રૂપે તેના જીવનકમલ સાથે સંકળાયેલી સેવાકીય પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાગૃતિ, દિવ્યાંગ સહાય જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાભરમાં સેવા સપ્તાહની ઉજવણી હેઠળ દરેક બુથમાં 70 વૃક્ષો વાવવા, 5 રક્તદાન કેમ્પ યોજવા, હૉસ્પિટલોમાં દર્દીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવા ફ્રુટનું વિતરણ કરવું, વિકલાંગોને જે પણ સહાયની જરૂર હોય તે પૂરી પાડવી જેવા કાર્યક્રમોનું આયોજન વલસાડ જિલ્લામાં કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા ભાજપે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું - PM's birthday celebrations begin
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 70મો જન્મદિવસ છે. જેને ધ્યાને રાખી વલસાડ જિલ્લા ભાજપે, વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ, દિવ્યાંગ સહાય, કોરોના જાગૃતિ સહિતના સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.