- ATM માંથી રૂપિયા ઉપડતી ગેંગનો પર્દાફાશ
- ભૂમિહાર ગેંગના 1 ઇસમની ધરપકડ
- તપાસમાં 12 અલગ અલગ બેંકના ATM કાર્ડ મળ્યા
વાપીઃ વાપી ડિવિઝનના ડુંગરા પોલીસે ATM મશીનો ઉપર થતા ફ્રોડમાં ભૂમિહાર ગેંગના 1 ઇસમને ઝડપી પાડી ATM કાર્ડના ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝડપેલાં આરોપી પાસેથી બેંકના ATM નું કાર્ડ રીડર, અલગ-અલગ બેંકના 12 ATM કાર્ડ સહિત 37040 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડુંગરા પોલીસે ATM ફ્રોડ કરતા ઇસમની ધરપકડ
વિધાનસભા ચૂંટણી અનુસંધાને ડુંગરા પોલીસ ટીમ દાદરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ તથા શંકાસ્પદ શખ્સને ચેક કરવાની કામગીરીમાં હતી. તે દરમિયાન એક શંકાસ્પદ શખ્સની પૂછપચ્છ કરતા શખ્સે પોતાનુ નામ કુંદન બિપીન ભુમીહાર અને બિહારના ગયાનો વતની હોવાનુ જણાવ્યું હતુ.
"મીની ટુલ્સ" નામના સોફ્ટવેરથી ATM માંથી પૈસા ઉપાડીતી ભૂમિહાર ગેંગના 1ની ધરપકડ જેણે પીઠ પાછળ લટકાવેલા થેલાની ઝડતી કરતા તેમાથી એક ATM કાર્ડ રીડર મશીન તથા અલગ અલગ બેંકના કુલ-12 ATM કાર્ડ, ATM મશીનમાં ATM કાર્ડ ઇન્સર્ટ કરવાની જગ્યાએ રાખવાનુ એક નાનુ પ્લાસ્ટીકનુ સ્કીમીંગ મશીન, એક નાની ઇલેકટ્રોનીક મેગ્નેટીક ચીપ સહિતની ચીજવસ્તુઓ તથા એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. લવાછા HDFC બેંકના ATM માં વપરાતું કાર્ડ રીડર ચોરી કરી રૂપિયા ઉપાડતા હતાં.
ફરાર 3 આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી ચીજવસ્તુઓ બાબતે ઇસમની પૂછપચ્છ કરતા HDFC બેંકના ATM માં વપરાતુ કાર્ડ રીડર મશીન જે થોડા દિવસો પહેલા લવાછા ખાતે આવેલા HDFC બેંકના ATM માંથી પોતાના અન્ય ત્રણ સાથીઓ સાથે ચોરી કરી હોવાનુ જણાવેલુ. તથા ઇલેક્ટ્રોનીક મેગ્નેટીક ચીપ તથા પ્લાસ્ટીકના સ્કીમીંગ મશીન તથા ATM કાર્ડનો ઉપયોગ કરી પોતાની સાથેના અન્ય ત્રણ મિત્રો રોશનકુમાર સંજય સિંહ, ગુડ્ડુ મિથીલેશ સિંહ, બંટી જેના પુરાનામની ખબર નથી તેની સાથે મળી HDFC બેંક અને AXIS બેંકના ATM મશીન રૂમમા જઇ તથા ATM કાર્ડ મારફતે રૂપિયા ઉપાડવા આવતા ઇસમોને વાતોમા પરોવી કે મદદ કરવાના બહાને તેમના 4 આકડાના પિન નંબર મેળવી લેતા હતાં. ત્યાર બાદ ATM મશીન ખોલી તેમાં ATM કાર્ડ નાખવાની જગ્યાએ મશીનની અંદર ફીટ કરવામાં આવતા કાર્ડ રીડરને ખોલીને ચોરી કરી આ કાર્ડ રીડર ને એક એપના માધ્યમથી ડેટા રીકવર સોફ્ટવેર સાથે લેપટોપ દ્વારા કનેક્ટ કરી ATM મશીનમાં ATM કાર્ડ મારફતે રૂપિયા ઉપાડવામાં આવેલા વ્યકિ્તઓના ATM કાર્ડના 16 આકડાના કાર્ડ નંબર સાથેની વિગતો મેળવી અન્ય ATM કાર્ડ મારફતે અગાઉ મેળવેલા 4 આંકડાના પિન નંબર આધારે અન્ય ગ્રાહકના ખાતામાંથી અન્ય ATM મશીનમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા.
સોફ્ટવેર સાથે લેપટોપ દ્વારા કનેકટ કરી રૂપિયા ઉપાડતાઆ રીતે આ ગેંગે છેલ્લા એક મહિનામા લવાછા ખાતે આવેલા HDFC બેંકના ATM મશીનનુ કાર્ડ રીડર ચોરી કરેલ તથા વાપી હરીયા હોસ્પિટલ GIDC વિસ્તારમા આવેલ AXIS બેંક ના ATM મશીન માંથી કાર્ડ રીડર મશીન ચોરી કરેલ તથા નાની દમણ ખાતે મંગલ માર્કેટમાં આવેલા AXIS બેંક ના ATM મશીન માંથી કાર્ડ રીડર ચોરી કરેલ હોવાનુ તથા હાલમા ગેંગના વોન્ટેડ ત્રણ સભ્યો ચોરી કરેલ એક કાર્ડ રીડર મશીન, લેપટોપ તથા અન્ય ATM કાર્ડ પોતાની સાથે દિલ્હી તરફ ગયા હોવાનુ તથા હાલની ચીજવસ્તુઓ પોતાની પાસે રાખી હોવાનુ જણાવ્યું હતું.
ભુમિહાર ગેંગ ના સભ્યો એ આ રીતે અનેક ATM મશીન ના કાર્ડ રીડર મશીન ની ચોરી કરી તેના મારફતે બેંક ATM કાર્ડ ધારકો ના ATM કાર્ડ માંથી ડેટા ચોરી કરેલ હોવાનુ તથા ત્યાર બાદ અનેક ખાતા ધારકોના ખાતા માંથી ATM મશીન મારફતે રૂપિયા ઉપાડી લીધલ હોવાની શક્યતા હોય જે બાબતે ડુંગરા પોલીસ દ્વારા આઇ.ટી. એકટ ની કલમો સહિત આગળ ની તપાસ શરૂ છે.