ETV Bharat / state

ઉમરગામના નારગોલ-માલવણ બીચ પર વાવાઝોડામાં તબાહ થયેલા બાર્જ પી-305નો સમાન અને ક્રુમેમ્બરનો થેલો મળ્યો

તૌકતે વાવાઝોડા દરમિયાન 50થી વધુ લોકોને ભરખી જનારા બાર્જ P-305નો સામાન હવે ગુજરાતના દરિયા કિનારે આવી રહ્યો છે. શનિ-રવિવારે વલસાડના તિથલ બીચ નજીક 7 ક્રુમેમ્બરોના મૃતદેહો મળી આવ્યા બાદ સોમવારે નારગોલ-માલવણ બીચ પર લાઈફસેવિંગ બોટ જેવી 2 ટેન્ક, એક બેગ કિનારે તણાઈને આવ્યાં હતાં. આ તમામ ચીજવસ્તુઓનો ઉમરગામ ટાઉન અને મરીન પોલીસે કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બોટ જેવી 2 ટેન્ક અને બેગ મળી આવી
બોટ જેવી 2 ટેન્ક અને બેગ મળી આવી
author img

By

Published : May 25, 2021, 7:06 AM IST

  • બાર્જ P-305નો કાટમાળ આવ્યો નારગોલ બીચ પર
  • બોટ જેવી 2 ટેન્ક અને બેગ મળી આવી
  • પોલીસે તમામ ચીજવસ્તુઓ કબ્જે લીધી

વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ-માલવણ બીચ ખાતે દરિયા કિનારે તૌકતે વાવાઝોડા દરમિયાન મુંબઈના દરિયામાં ડૂબેલા જહાજમાં રહેલી લાઈફસેવિંગ બોટ જેવી 2 ટેન્ક અને અન્ય કેટલીક ચીજવસ્તુઓ મળી આવી છે. જેની જાણ પોલીસને થતા પોલીસે તમામ ચીજવસ્તુઓનો કબ્જો લઈ જે તે એજન્સીને તેની જાણકારી આપી છે.

બાર્જ P-305નો કાટમાળ આવ્યો નારગોલ બીચ પર

આ પણ વાંચો: મુંબઇમાં ડૂબેલા જહાજના 4 ક્રુ મેમ્બરોની બોડી તિથલથી મળી આવી

શનિ-રવિવારે તૌકતે વાવાઝોડા દરમિયાન બાર્જ P-305ના ગુમ ક્રુમેમ્બરોમાંથી 7ના મૃતદેહો દરિયાની ભરતીમાં તણાઈને વલસાડ તિથિલના દરિયા કિનારે આવ્યાં હતાં. જે બાદ સોમવારે આ બાર્જના ક્રુમેમ્બરોએ બચાવ માટે ઉપયોગમાં લીધેલ 2 લાઈફસેવિંગ બોટ એક મોટી કેબિન અને મેમ્બરોની ચીજવસ્તુઓ સાથેનો થેલો ઉમરગામના નારગોલ-માલવણ બીચ ખાતે ભરતીમાં તણાઈને કિનારે આવ્યો હતો. જે અંગે સ્થાનિક લોકોએ ઉમરગામ ટાઉન પોલીસ, મરિન પોલીસને જાણ કરતા પોલીસની ટીમે ઘટના સ્થળે જઇ તમામ ચીજવસ્તુઓનો કબ્જો લીધો હતો અને આ અંગે જે તે સંબંધિત એજન્સીને જાણકારી આપી હતી.

બંગાળના યુવકના શૈક્ષણિક સર્ટિફિકેટ મળ્યા

પોલીસને બાર્જ P-305ના કાટમાળ સાથે હાથ લાગેલી લેપટોપ બેગમાં શ્રીકાન્ત કિરીટચંદ્ર ખતુઆ નામના યુવકના શૈક્ષણિક સર્ટિફિકેટ, મોબાઈલ ફોન, ઘડિયાળ, આધારકાર્ડમાં, બેન્કનું ATM કાર્ડ સહિતની ચીજવસ્તુઓ મળી છે. યુવકના શૈક્ષણિક સર્ટિફિકેટમાં વેસ્ટ બંગાળ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનનું સર્ટિફિકેટ હોય તે વેસ્ટ બંગાળનો હોય અને તેની ચીજવસ્તુઓ સાથેની બેગ અહીં કિનારે આવી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કોસ્ટગાર્ડ હેલિકોપ્ટરથી કરી રહ્યું છે શોધખોળ

16 મેથી 18 મે દરમિયાન મુંબઈ-ગુજરાતને તૌકતે નામના વાવાઝોડાએ ઘમરોળ્યુ હતું. આ વાવાઝોડામાં ONGCના ક્રુમેમ્બર અને કર્મચારીઓ સાથેનું બાર્જ P-305 ફંગોળાતા તેમાં સવાર કર્મચારીઓ ફસાયા હતાં. કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મોટાભાગના લોકોને હેમખેમ બચાવ્યા હતાં. તેમ છતાં 50થી વધુ લોકો દરિયાના પાણીમાં ગુમ થયા હતાં. જેની શોધખોળ કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સી ચલાવી રહી છે.

આ પણ વાંચો: બાર્જ P 305ના 60 વ્યક્તિઓને બચાવાયા

દરિયા કિનારે આવી રહ્યો છે કાટમાળ

દરિયામાં ડૂબેલા બાર્જનો કાટમાળ અને ક્રુમેમ્બરોનો માલસામાન હવે દરિયા કિનારે લાગી રહ્યી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના દરિયા કિનારે સિમેન્સની ફરજ બજાવતા કર્મચારીની બેગ અને લાઈફસેવિંગ બોટ જેવી મોટી ટેન્ક તણાઈ આવી હતી તો વધુ સામાન પણ દરિયામા અન્ય સ્થળો તરફ કિનારે આવ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. આ ચીજવસ્તુઓનો ઉપયોગ મૃત્યુ પામેલા ક્રુ મેમ્બરોએ અંતિમ ક્ષણ દરમિયાન બચાવ માટે કર્યો હોય તેવી આશંકા સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.