ETV Bharat / state

શામળાજીમાં જનમાષ્ટમીની આરતી અને શ્રી કૃષ્ણના જન્મ સમયે શ્રદ્વાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ

કોરોના સંક્રમણને કારણે સરકારે જાહેરમાં ઉજવણી અને જાહેર મેળાવડાના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે કારણે શામળાજીમાં જનમાષ્ટમીના દિવસે આરતી અને જન્મ સમયે શ્રદ્વાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.

શામળાજી
શામળાજી
author img

By

Published : Aug 8, 2020, 6:23 PM IST

અરવલ્લીઃ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અગામી દિવસોમાં આવતા તહેવારો દરમિયાન તમામ પ્રકારના મેળાવડાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલા સુપ્રસિદ્વ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ પૂજા અર્ચના મુજબ થશે. જો કે, આરતી અને જન્મ સમયે શ્રદ્વાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શામળાજીમાં જનમાષ્ટમીની આરતી અને શ્રી કૃષ્ણના જન્મ સમયે શ્રદ્વાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારના માર્ગદર્શન પ્રમાણે શામળાજીમાં ભગવાન શામળિયાનો જન્મોત્સવ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે ભકતોને સેનિટાઇઝ અને ટેમ્પરેચર સ્ક્રિનીંગ કરી ફરજીયાત માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ભગવાન શામળિયાના જન્મોત્સવ નિમિત્તે યોજવામાં આવતી શોભાયાત્રા, મટકી ફોડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. શામળાજી મંદિરમાં ભગવાન કૃષ્ણના જન્મ અને આરતીના સમયે પણ ફક્ત સેવકગણ અને મંદિરના પૂજારી સિવાય શ્રદ્વાળુંઓનો પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભગવાનનો પ્રસાદ તેમજ ભંડારો પણ બંધ રાખવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.