વલસાડઃ કોરોના જેવી ગંભીર બિમારી સામે લડત આપવા સમગ્ર વિશ્વ મથામણ કરી રહ્યું છે. ત્યારે કોરોનાને હરાવવા માટે દરેક વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોવી જરૂરી છે. આયુર્વેદમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક ઉપાયો હોવાથી જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા લોકોને કોરોના જેવી બિમારીથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે નિઃશુલ્ક આરસેનિક આલ્બમ અને શસમની વટી નામની અંદાજિત 2 લાખથી વધુ દવાનોનું વિતરણ જિલ્લાના 18 આયુર્વેદિક દવાખાના અને 9 હોમિયોપેથી દવાખાના ઉપરથી નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ ઉકાળાનું પણ વિતરણ કરાઈ રહ્યું છે.
વલસાડ જિલ્લામાં હાલ 6 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોવિડ-19થી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા જિલ્લાના 18 આયુર્વેદિક દવાખાના અને 9 હોમિયોપેથી દવાખાના ઉપરથી આયુષ મંત્રાલયની ગાઈડ લાઇન અનુસાર શસમનીવટી 90230 અને હોમિયોપેથી આરસેનિક આલ્બમ 2 લાખથી વધુ દવાઓનું વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક વિતરણ કર્યું છે. સાથે સાથે આયુર્વેદિક ઉકાળો પેયનું પણ અનેક સ્થળે વિતરણ કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લાના આયુર્વેદિક આધિકારી ડો.મનહર ડી ચૌધરીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં કોરોના જેવી બિમારી સામે લડવા માટે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે દવાઓ અને ઉકાળાનું વિતરણ અવિરત ચાલી રહ્યું છે. જે કોઈને પણ દવાઓ અને ઉકાળાની જરૂર હોય એમણે જિલ્લાની આયુર્વેદિક દવાખાના અને હોમિયોપેથી દવાખાનાનો સંપર્ક કરી નિઃશુલ્ક તે મેળવી શકે છે. મહત્વનું છે કે, સમગ્ર વિશ્વમાં હાલ આયુર્વેદની બોલબાલા છે. અને એમાં પણ ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદ એ ખૂબ મહત્વ ધરાવે છે જેના દ્વારા અનેક મોટા રોગો જેને મ્હાત કરી શકાય છે.