ETV Bharat / state

વલસાડ RTO કચેરીમાં લર્નિંગ લાયસન્સ મેળવવા લોકોની લાઇન લાગી

વલસાડ: જિલ્લાની RTO કચેરી ખાતે સોમવારે કચેરી ખુલતા લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ભારે જનમેદની ઉમટી પડી હતી. દરમિયાન સર્વર ડાઉન હોવાને કારણે વહેલી સવારે નવ વાગ્યાથી આવેલા લોકો લાંબી કતારમાં ઉભ્યા હતા. લગભગ 20 મિનિટ સુધી વીજ પ્રવાહ ગુલ થવાથી લોકોને અગવડનો સામનો કરવો પડ્યો હતો

વલસાડ RTO કચેરીમાં લર્નિંગ લાયસન્સ મેળવવા લોકોની લાઇન લાગી
author img

By

Published : Nov 4, 2019, 9:54 PM IST

દિવાળીના મિની વેકેશન બાદ સોમવારે ફરી આરટીઓ કચેરી ખૂલતા લાયસન્સ મેળવવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. દરમિયાન કોમ્પ્યુટરની ઓનલાઇન સર્વેની કામગીરીમાં સર્વર ડાઉન થઈ જતા મંદ ગતિએ લાઇસન્સ નીકળી રહ્યા હતા. જેને લઈને લાયસન્સ કઢાવવા માટે આવેલા અનેક લોકોને કલાકો સુધી પ્રતીક્ષા કક્ષમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો.

વલસાડ RTO કચેરીમાં લર્નિંગ લાયસન્સ મેળવવા લોકોની લાઇન લાગી

લર્નિંગ લાઇસન્સની કામગીરી દરમિયાન વીજપ્રવાહ ખોટકાઈ જવાથી લાંબી લાઈનોમાં ઉભેલા લોકો કંટાળી જમીન પર બેસી ગયા હતા. અને પોતાના નંબર આવવાની રાહ જોતા જોવા મળ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઇન્ટરનેટના માધ્યમથી અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી હોય છે. વલસાડ જિલ્લામાં આગામી એક માસ સુધી લર્નિંગ લાયસન્સ માટેની અપોઈન્ટમેન્ટ ફૂલ થઇ ચૂકી છે, તો હવે પછી કોઇપણ વ્યક્તિએ લાઈસન્સ કઢાવવું હોય તો તેઓને જાન્યુઆરીમાં જ અપોઇન્ટમેન્ટ મળી શકે તેમ છે.

સરકાર દ્વારા આરટીઓ કચેરીને લર્નિંગ લાઇસન્સ માટે આવતા ભરણમાંથી મુક્ત કરવાની વાતને લઇ આઈ.ટી.આઈ કચેરીમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી આપવાની વાતો ચાલતી હતી. પરંતુ વલસાડ જિલ્લામાં હજુ સુધી આ કામગીરી શરૂ થઈ નથી. જેના કારણે અનેક લોકોને આજે પણ આરટીઓ કચેરીમાં કલાકો સુધી લાંબી કતારમાં ઊભવાનો વારો આવે છે.

Intro:વલસાડ જિલ્લાની આરટીઓ કચેરી ખાતે આજે દિવાળી બાદ પ્રથમ દિવસે કચેરી ખુલતા લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ભારે જનમેદની ઉમટી પડી હતી સાથે-સાથે સર્વર ડાઉન હોવાને લઈને વહેલી સવારે નવ વાગ્યાથી આવેલા લોકો લાંબી કતારમાં ઉભા રહી-રહીને થાકી જતા અંતે નીચે બેસી ગયા હતા તો બીજી તરફ લગભગ 20 મિનિટ સુધી વીજ પ્રવાહ પણ ખોટા પડતા લોકોને ભારે અગવડ નો સામનો કરવો પડ્યો હતો

Body:દિવાળીના મિની વેકેશન બાદ આજે સોમવાર ના દિને ફરી ખૂલેલી આરટીઓ કચેરીમાં લાયસન્સ મેળવવા માટે લોકોની ભારે ભીડ જામી હતી નોંધનીય છે કે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જેને લઇને રજિસ્ટ્રેશન કરાવે લા અનેક લોકો આજે લાયસન્સ કઢાવવા માટે કચેરી ઉપર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આજે પ્રથમ દિવસે કોમ્પ્યુટર નું ઓનલાઇન સર્વે નું કામગીરીમાં સર્વર ડાઉન થઈ જતા મંથર ગતિએ લાઇસન્સ નીકળી રહ્યા હતા જેને લઈને લાયસન્સ કઢાવવા માટે આવેલા અનેક લોકો કલાકો સુધી પ્રતીક્ષા કક્ષમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો દૂર દૂરથી આવેલા અનેક લોકો વહેલી સવારે 9:00 વાગે આવ્યા બાદ પણ બપોરે ત્રણ વાગ્યા સુધી લાઇસન્સ કઢાવવા માટે તેમનો નંબર સુધ્ધા આવ્યો ન હતો તો આ દરમિયાન વચ્ચે વચ્ચે બે થી ત્રણ વાર વીજપ્રવાહ ખોટકાઈ પડતા લાંબી લાઈનોમાં ઉભેલા લોકો કંટાળી ને નીચે ભય ઉપર બેસી ગયા હતા અનેક લોકો નીચે જમીન ઉપર બેસી ને પોતાનો નંબર ક્યારે આવે તેની રાહ જોતા જોવા મળ્યા હતા અત્રે નોંધનીય છે કે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઇન્ટરનેટના માધ્યમથી અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી હોય છે વલસાડ જિલ્લામાં આગામી એક માસ સુધી લર્નિંગ લાયસન્સ માટેની અપોઈન્ટમેન્ટ ફૂલ થઇ ચૂકી છે તો હવે પછી કોઇપણ યુવા વર્ગે લાઈસન્સ કઢાવવું હોય તો તેઓને જાન્યુઆરીમાં જ અપોઇન્ટમેન્ટ મળી શકે તેમ છે

Conclusion:એક તરફ સરકાર દ્વારા આરટીઓ કચેરીને લર્નિંગ લાઇસન્સ માટે આવતા ભરણ માંથી મુક્ત કરવાની વાતને લઇ આઈ.ટી.આઈ કચેરીમાં લર્નિંગ લાઇસન્સ ની કામગીરી આપવાની વાતો ચાલતી હતી પરંતુ વલસાડ જિલ્લામાં હજુ સુધી આ કામગીરી શરૂ થઈ નથી જેના કારણે અનેક લોકો આજે પણ આરટીઓ કચેરી ખાતે કલાકો સુધી લાંબી કતારમાં ઊભેલા જોવા મળે છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.