ETV Bharat / state

પારડી પોલીસ મથકમાં બદલી થયા બાદ સુરત હાજર થવા ગયેલ મહિલા ASIનું માર્ગ અકસ્માતમાં મોત

author img

By

Published : Jan 28, 2020, 5:37 AM IST

પારડી પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલ મહિલા ASI બદલી બાદ સુરત SPકચેરીએ હાજર થયા બાદ પરત ફરતા થયેલા અકસ્માતમાં ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતુ, ઘટના બનતા પારડી પોલીસ બેડામાં ગમગીની ફેલાઈ હતી, અને પોલીસ મથકમાં તમામ કર્મચારીઓ એ 2 મિનિટ મૌન પાળ્યું હતું.

etv
પારડી પોલીસ મથકમાં બદલી થયા બાદ સુરત હાજર થવા ગયેલ મહિલા ASIનું માર્ગ અકસ્માતમાં મોત

વલસાડઃ પારડી પોલીસ મથકમાં છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા મહિલા ASI અનિલા ચૌધરી જેમની બદલી તેમના લગ્ન બાદ સુરતના બારડોલી ખાતે થઈ હતી. બદલીને કારણે તેઓ પારડી પોલીસમાં ચાર્જ સોંપી હાજર થવા માટે સુરત SP કચેરી ખાતે ગયા હતા. ત્યાંથી બારડોલી તેમને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું, તેમના પતિ પણ બારડોલી ખાતે રાઇટર તરીકે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. જેથી બંને એક સાથે નોકરી કરી સાથે રહી શકે એવુ ભવિષ્યમાં તેઓ એ નક્કી કર્યું હતું, પરંતુ કુદરતને જાણે કંઈક અલગ મંજૂર હતુ, તેઓ પરત થઈ રહ્યા હતા ,ત્યારે સુરતના પલસાણા નજીક માર્ગ અકસ્માતમાં અનિલાબેનનું કરુણ મોત થયું હતું.

ઘટના અંગેની જાણકારી મળતા જ પારડી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રવર્તી હતી. પારડી પોલીસ કર્મીઓ એ સહકર્મીના મોતને પગલે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. નોંધનીય છે કે, અનિલા ચૌધરીનો હસમુખો સ્વભાવ અને તેમની કામ પ્રત્યેની નિષ્ઠા અંગે તમામ કર્મચારીઓ ખોટ વર્તાશેની ચર્ચાઓ કરી રહ્યા હતા. મહત્વ નું છે કે, અનિલા ચૌધરી તેઓ રજા ઉપર હતા અને તેમને 8 માસનું ગર્ભ હતું, અચાનક બનેલી ઘટનાને તેમની સાથે કામ કરનાર તમામ લોકોને ભાવુક કરી દીધા હતા.

Intro:પારડી પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલ મહિલા એ એસ આઈ બદલી બાદ આજે સુરત એસ પી કચેરી એ હાજર થયા બાદ પરત ફરતા થયેલા અકસ્માત માં ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું ઘટના બનતા પારડી પોલીસ બેડા માં ગમગીની ફેલાઈ હતી પોલીસ મથકમાં તમામ કર્મચારીઓ એ બે મિનિટ મૌન પાળ્યું હતું
Body:પારડી પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત થી ફરજ બજાવતા મહિલા એ એસ આઈ અનિલા ચૌધરી જેમની બદલી તેમના લગ્ન બાદ સુરત ના બારડોલી ખાતે થઈ હતી બદલી ને કારણે તેઓ આજે પારડી પોલીસ માં ચાર્જ સોંપી હાજર થવા માટે સુરત એસ પી કચેરી ખાતે ગયા હતા ત્યાં થી બારડોલી તેમને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું તેમના પતિ પણ બારડોલી ખાતે રાઇટર તરીકે પોલીસ ખાતા માં ફરજ બજાવતા હતા જેથી બંને એક સાથે નોકરી કરી સાથે રહી શકે એવુ ભવિષ્ય માં તેઓ એ નક્કી કર્યું હતું પરંતુ કુદરત ને જાણે કૈક અલગ મંજુર હોય એમ તેઓ પરત થઈ રહ્યા હતા ત્યારે સુરત ના પલસાણા નજીકમ માર્ગ અકસ્માત માં અનિલા ચૌધરી નું કરુણ મોત થયું હતું ઘટના અંગે ની જાણકારી મળતા જ પારડી પોલિસ બેડા માં શોક ની લાગણી પ્રવર્તી હતી પારડી પોલીસ કર્મીઓ એ સહકર્મી ના મોત ને પગલે બે મિનિટ નું મૌન પાળ્યું હતું Conclusion:નોંધનીય છે કે અનિલા ચૌધરી નો હસમુખો સ્વભાવ અને તેમની કામ પ્રત્યે ની નિષ્ઠા અંગે તમામ કર્મચારીઓ ખોટ વર્તાશે ની ચર્ચાઓ કરી રહ્યા હતા મહત્વ નું છે કે અનિલા ચૌધરી સારા દિવસો જતા હોય તેઓ રજા ઉપર હતા અને તેમને 8 માસ નું ગર્ભ હતું અચાનક બનેલી ઘટના ને તેમની સાથે કામ કરનાર તમામ લોકોને ભાવુક કરી દીધા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.