વાપી GIDC પોલીસ સ્ટાફ સરકારી વાહનમાં પ્રોહિબિશનના ગુનાની તપાસમાં પેટ્રોલિંગમાં કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને મીહિતી મળી કે, GJ-03-Y-8881 નંબરની 10 વ્હીલવાળી અશોક લેલન ટ્રક દમણ ડાભેલથી વાપી GIDC ચાર રસ્તાથી સુરત જવાની છે.
આ માહિતીના આધારે વાપી GIDC પોલીસ કર્મચારીઓએ ટ્રકને રોકીને તપાસ હાથ ઘરી હતી. તે દરમિયાન એક ટ્રકમાંથી 500 મી.લિ બિયરના 91 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે આરોપી રમેશબાઈ ફિસડીયા નામના ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરીને દારૂ સહિત 7,49,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ ડ્રાઈવર વિરૂધ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કલમ 65AE, 81, 98(2) હેઠળ ગુનો નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.