વલસાડ : લાંબા લોકડાઉનને પગલે સમગ્ર ધંધા ઉધોગો બંધ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગની આજીવિકા બંધ થઈ ગઇ છે. આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય કરવા ઉમરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા મંગળવારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજુભાઈ વારલી, મહામંત્રી રાકેશરાય, ઉમરગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત મોહિતે અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકા મામલતદાર રમેશભાઈને એક આવેદનપત્ર આપીને ઘટતું કરવા જણાવાયું હતું.
લોકડાઉનમાં પ્રજાજનોને સહાય કરવા ઉમરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું - વલસાડ
સમગ્ર વિશ્વમાં છેલ્લા ત્રણેક મહિનાથી કોવિડ - 19 કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે. ત્યારે ગુજરાતમાં લોકોને, ખેડૂતોને, વિધાર્થીઓને સહાય કરવામાં આવે તેવી માંગ સાથે ઉમરગામ તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર