ETV Bharat / state

મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર

ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટે કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ચારણ ગઢવી સમાજના યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી દેવાનો આક્ષેપ કરાયો છે. આ બાબતે ન્યાયની માગ સાથે ટ્રસ્ટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચારણ ગઢવી સમાજના યુવાને શંકાને આધારે પોલીસ સ્ટેશનમાં લઈ આવી ઢોરમાર મારવી અત્યાચાર ગુજાર્યો હતો.

કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં યુવકના કસ્ટોડિયલ ડેથ અંગે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

author img

By

Published : Jan 30, 2021, 10:14 AM IST

  • કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં યુવકના મોતનો મામલો
  • કસ્ટોડિયલ ડેથ મામલે ગઢવી સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
  • પોલીસે ઢોર માર મારતા યુવકનું મોત થયુંઃ ગઢવી સમાજ

કચ્છઃ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ઘોઘા ગામના ત્રણ ચારણ-ગઢવી સમાજના યુવાનોને શંકાને આધારે ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં ઢોર માર મારીને અત્યાચાર ગુજારીને ચાર પાંચ દિવસ સુધી પૂછપરછ માટે ગોંધી રાખ્યા હતા. એટલું જ નહીં વારાફરથી ત્રણ પોલીસોએ તેને ઢોર માર મારતા અરજણ ગઢવીનું મોત થયું હતું એવો ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટનો આક્ષેપ છે. બે યુવાનોને અતિ ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હાલ અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં યુવકના કસ્ટોડિયલ ડેથ અંગે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં યુવકના કસ્ટોડિયલ ડેથ અંગે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

મુખ્યપ્રધાનને સંબોધી વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ નવસારી સંઘ પ્રદેશ સેલવાસ અને દમણ દ્વારા આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સંબોધી વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ ચારણ ગઢવી સમાજના યુવાનોને ઢોર માર મારતા એક યુવકનું મોત થયું છે. આ સમગ્ર ઘટના અંગે ન્યાય બાબતે આવેદનપત્ર આપી માગ કરવામાં આવી છે કે આવા અધમ કૃત્ય અત્યાચાર આચરનારા જે કોઈ આ ગુનામાં સાથે સંકળાયેલા હોય તેને કડકમાં કડક સજા થવી જોઈએ. મૃતકના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ, જે બે યુવાનો અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે તેને તમામ સરકારી ખર્ચે સારવાર થવી જોઈએ.

પોલીસે ઢોર માર મારતા યુવકનું મોત થયુંઃ ગઢવી સમાજ

ઘટનાના દોષીને આકરી સજા થાયઃ ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ

આ ઘટનામાં જે દોષી છે. તેઓને આકરામાં આકરી સજા થાય એવી વલસાડ નવસારી સંઘપ્રદેશ સેલવાસ અને દમણના ચારણ ગઢવી સમાજના ટ્રસ્ટીઓએ માગ કરી છે. આમ, કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં બનેલી કસ્ટડી ડેથની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે, જેને લઈને અનેક જગ્યાઓ ઉપર ચારણ ગઢવી સમાજ લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. આ પૈકી આજે વલસાડ જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનામાં યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.