ETV Bharat / state

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી 60 હજારની લાંચ લેતા ઝડપાય - anti corruption bureau

વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના (Food And Drug Department Valsad) વર્ગ 2 અને વર્ગ ત્રણના એક મહીલા અધિકારી સહીત બે ને એસીબી એ 60 હજારની લાંચ (Bribe Case Valsad) લેતા દબોચી લેતા ચકચાર મચી ગઇ છે બેકરી પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે તેમજ વાર્ષિક હપ્તા પેટે 50 હજાર અને અન્ય એક બેકરીમાં હેરાન ન કરવા 10 હજારની લાંચ માંગી હતી જે સ્વીકારતા એસીબીના (anti corruption bureau) હાથે ઝડપાઇ જતા ફફડાટ ફેલાયો છે..

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી 60 હજારની લાંચ લેતા ઝડપાય

author img

By

Published : Jan 8, 2023, 3:52 PM IST

વલસાડઃ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કામ કરતા બે કર્મચારીઓ એન્ટી કરપ્શન બ્યૂરોના છટકામાં આવી જતા રંગેહાથ ઝડપાયા છે. જેની સામે તંત્રએ કાયદેસરની કામગીરી કરી દીધી છે. ફરિયાદી પોતાની કંપની ચલાવતા હોવાથી કંપનીમાં બેકરી (Food And Drug Department Valsad) પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ કરવા માટે લાઈસન્સ બાબતે લાયસન્સ ઈશ્યુ કરનાર આધિકારી દિવ્યાંગ કુમાર બાલ કૃષ્ણ બારોટ સિનિયર સેફટી ઓફિસરે ફરિયાદીની ફેકટરીમાં હેરાનગતિ ન કરવા માટે વાર્ષિક હપ્તા પેટે 50 હજાર રૂપિયાની (anti corruption bureau) લાંચ માંગી હતી.

આ પણ વાંચોઃ પતિએ ક્રૂરતાની હદ વટાવી, પહેલા પત્ની પર હેવાનિયત કરી અને પછી નાક ચાવી ગયો

રૂપિયા 10 હજાર માંગ્યાઃ ફરિયાદીના શાળાની ડુંગરી ખાતે આવેલી બેકરીમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા હેરાનગતિ ન કરવા માટે વાર્ષિક હપ્તા પેટે રૂપિયા 10,000 ની રકમ જ્યોતિબેન કિશોરભાઈ ભાદરકા ફૂડ સેફ્ટી ઓફિસરને આપવાની માંગ કરી હતી. વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર સેફ્ટી ઓફિસર દિવ્યાંગકુમાર અને ફૂડ સેફ્ટી ઓફિસર જ્યોતિબેન ભાદરકા દ્વારા ફરિયાદી પાસે બેકરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ માટે 50000 રૂપિયાની વાર્ષિક હપ્તા પેટે તેમજ ડુંગરી ખાતે આવેલી ફરિયાદીની સાળાની બેકરી માટે વાર્ષિક ₹10,000 ની લાંચ મળી કુલ 60,000 ની લાંચની માંગ કરી હતી.

હેરાન કરવાની ધમકીઃ જો ફરિયાદી દ્વારા આ લાંચ ની રકમ આપવામાં ન આવે તો પ્રોડક્ટના સેમ્પલો ફેલ કરી તેમને હેરાનગતિ કરવાની પણ ચીમકી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. બેકરી પ્રોડક્ટના લાયસન્સ આપવા માટે તેમજ વાર્ષિક હપ્તા પેટે ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા માંગવામાં આવેલી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ આજે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી હતી.

આ પણ વાંચોઃ મોટી ગેંગ બનાવવાની ફિરાકમાં હતા લબરમૂંછીયા, LCBએ દબોચી લીધા

રંગેહાથ ઝડપાયાઃ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઓફિસ જે બિલ્ડિંગમાં આવેલી છે એ બિલ્ડીંગ ના નીચે જ સિનિયર સેફટી ઓફિસર વર્ગ બે ના અધિકારી દિવ્યાંગ બારોટ અને જ્યોતિબેન ભાદરકા ફૂડ સેફ્ટી ઓફિસર એસીબી ની ટ્રેપમાં ફરિયાદી પાસે રૂપિયા 60 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા હાલ તો પોલીસે બંને આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વલસાડમાં સિનિયર સેફ્ટી ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસર એન્ટી કરપ્શન બ્યુરોના ખાતે રૂપિયા 60,000 ની લાંચ લેતા ઝડપાઈ જતા લાંચિયા અધિકારીઓમાં ફાફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.