- વલસાડના ધરમપૂરની સ્ટેટ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક મુકવામાં આવશે
- ઓક્સિજન ટેન્ક માટે જિલ્લાના સાંસદે આપી ગ્રાન્ટ
- ટૂંક સમયમાં ઉભી કરવામાં આવશે સુવિધા
વલસાડ: સમગ્ર દેશ-રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની તાતી જરૂર પડી રહી છે. સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે જેના કારણે ઘણી વાર દર્દીઓને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. વલસાડમાં કોરોના દર્દીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને કોઈ દર્દી ઓક્સિજનની કારણે પોતાનો જીવ ન ગુમાવે તે માટે ધરમપુરના સ્ટેટ હોસ્પિટલમાં ઓક્સિજનની ટાંકી મુકવા માટે વલસાડ જિલ્લાના સાંસદ ડો કે સી પટેલ દ્વારા સાંસદ ફંડમાંથી 18,76 200 રૂપિયાની ગ્રાન્ટની આપવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓ ઓછી
ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તાર માંથી આજે પણ સંક્રમણ વધવાની સાથે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે અને આવા અંતિયાળ વિસ્તારમાં સારવાર મેળવવી ખુબ જ મુશ્કેલ બને છે. આ માટે ધરમપુર ખાતે આવેલી સ્ટેટ હોસ્પિટલમાં જ તેમને કોવિડ-19 અંગેની તમામ સુવિધાઓ મળી રહે અને સારવાર મળી રહે એવા ઉમદા હેતુસર વલસાડ જિલ્લા સાંસદ દ્વારા સ્ટેટ હોસ્પિટલમાં ઓક્સિજની ટેન્ક્ મુકવા માટે સાંસદ ફંડમાંથી ગ્રાન્ટ મજૂંર કરવામાં આવી છે.
આ પણ વાંચો : વાપી તાલુકાના 17 ગામોમાં 250 બેડની વ્યવસ્થા ધરાવતા ક્વોરન્ટાઇન સેન્ટર ઉભા કરાયા
18,76,200 રુપિયા ના ખર્ચે ઓક્સિજન ટેન્ક અને PVR મુકાશે
વલસાડ જિલ્લાના સાંસદ કે.સી પટેલ દ્વારા તેમના સાંસદ ફંડમાંથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે બે ઓક્સિજનની ટેન્ક મુકવા માટે તેમજ PVR સિસ્ટમની ગોઠવણી માટે 18,76,200ની ગ્રાન્ટ મંજુર કરવા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં હોસ્પિટલમાં આ બે ટેન્ક લગાવવામાં આવશે.
હાલ ઓક્સિજન વાપીથી લાવવામાં આવે છે
ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં હાલ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં 50થી વધુ ઓક્સિજન બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલમાં દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધરમપુર હોસ્પિટલ થી 35 કિલોમીટર દૂર આવેલા વાપી ખાતે ઓક્સિજન લેવા માટે વાહનો દરરોજના આંટાફેરા મારતા હોય છે.