- મોપેડ અને મહિન્દ્રા પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત
- બાઈક સવાર યુવતીને ટક્કર વાગતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત
- ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા
- પિકઅપ વાને યુવતીનો ભોગ લીધો
વલસાડ: કપરાડા તાલુકાના પાનસ ગામે પીકઅપ વાન અને હોન્ડા એકટીવા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકટીવા ઉપર સવાર મનીષાબેન મગનભાઈ જાદવનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસે ઘટના સ્થળેથી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો
મૃતક યુવતીની બૉડીને ઘટના સ્થળેથી કબ્જો લઈ તાત્કાલિક નાનાપોંઢાની રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. માટે મોકલી દેવામાં આવી હતી. આ ઘટનામાં એક્ટિવા પર સવાર અન્ય 2 યુવકો અને પિકઅપ વાનના ચાલકને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માત અંગે નાનાપોંઢા પોલીસને જાણકારી મળતા તે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી.