- ગુંદલાવ ઓવરબ્રિજ હાઇવે ઉપર સ્કોર્પિયો અને છોટા હાથી વચ્ચે અક્સ્માત
- ઘટના સ્થળે બંન્ને વાહન ચાલકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યું
- સ્કોર્પિયો ચાલકની કારમાંથી નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળ્યો
વલસાડ: જિલ્લાના ગુંદલાવ ઓવરબ્રિજ હાઇવે ઉપર સ્કોર્પિયો અને છોટા હાથી ટેમ્પો વચ્ચે ભંયકર અકસ્માત સર્જાયો હતો જેમાં બંન્ને વાહન ચાલકના ઘટના સ્થળે કરુણ મૃત્યું થયા હતા. સ્કોર્પિયો ચાલક પાસેથી નેવીના સિક્કા મરેલો પાસપોર્ટ મળી આવ્યો હતો.
કાર અને સ્કોર્પિયો વચ્ચે અક્સ્માત
સુરતના નવાગામ જમના પાર્ક સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ ઠુંમર ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારે સવારે ધનસુખભાઈ પોતાના છોટા હાથી ટેમ્પો લઈને સુરત થી વાપી કામ અંગે જઈ રહ્યા હતા, ત્યારે વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ હાઇવે પાસે સ્કોર્પિયો ચાલક રામકુમાર ચૌહાણ વાપી થી સુરત તરફ જતા હાઇવે પસાર થઈ રહ્યા હતા ત્યારે ગૂંદલાવ ઓરવ બ્રિજ નજીક ધનસુખ ભાઈ સ્ટેરીંગ પરથી કાબું ગમાવતા તે ડિવાઈડર કુદાવીને મુંબઈ હાઈવેની બીજી તરફ ફંગોળાઈ ગયા હતા ત્યાપે તે તરફથી આવતી સ્કોર્પિયો છોટા હાથી વચ્ચે ધડાકા સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : સાપુતારા વઘઇ ધોરીમાર્ગમાં અકસ્માત, સુરતનાં 8 વર્ષીય બાળકનું મૃત્યું
સ્કોર્પિયોમાં ફસાયો મૃતદેહ
અકસ્માતમાં બંન્નેનુ ઘટના સ્થળે જ કરુણ મૃત્યું થયું હતું, જેને કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્કોર્પિયો ચાલક રામકુમાર ગાડીમાં ફસાઈ ગયો હતો. ભારે જહેમત બાદ પોલીસે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. રામ કુમાર મુંબઈમાં કોઈ જહાજમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને કાર માંથી નેવીનો સિક્કો મારેલો પાસપોર્ટ પણ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : ધંધુકા- બરવાળા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અક્સ્માત