વલસાડઃ વાપીમાં આવેલ GIDC વિસ્તારમાં બપોરે (Accident in Vapi GIDC ) ત્રણેક વાગ્યા આસપાસ એક ટેન્કર ચાલકે બોલેરો પિક અપ વાનને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મજૂરના મોત બાદ પરિવારે આક્રંદથી વાતાવરણ ગમગીન કર્યું
ઘટનાની મળતી વિગતો મુજબ વાપી GIDCમાં આવેલ ઇશીતા ઇમ્પેક્ષ નામની કંપનીમાંથી માલ ભરી બોલેરો પિક અપ નંબર GJ15-AT-0896 નો ડ્રાઇવર ચંદ્રગુપ્ત સાલીક રામ ગુપ્તા ટ્રાન્સપોર્ટમાં માલ ખાલી કરવા નીકળ્યો હતો. જેની સાથે કંપનીનો એક મજૂર હતો. બોલેરો લઈને નીકળેલ ચંદ્રગુપ્ત માઈક્રો ઇન્ક કંપની નજીક પહોંચ્યો ત્યારે ચાર રસ્તા પર અચાનક જ MH04-FJ-5399 નંબરના ટેન્કર ચાલકે બોલેરોને અડફેટે લીધો હતો.
આ પણ વાંચોઃ Vapi Murder Case: વાપીમાં કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યા, પોલીસે કરી એક યુવકની ધરપકડ
ટેન્કર ચાલકને પકડી લોકોએ ધોલધપાટ કરી
ટેન્કરની ટકકરે બોલેરો પલ્ટી મારી ગયો હતો. અને તેમાં પાછળ બેસલો મજૂર ગંભીર ઘાયલ(One death in an accident at Vapi GIDC ) થયો હોય ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. જ્યારે બોલેરોનો ડ્રાઇવર ઘાયલ થયો હતો. અકસ્માત સમયે આસપાસના લોકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા. જેઓને જોઈને ટેન્કર ચાલક ભાગ્યો હતો. જેને પકડીને લોકોએ ધોલ ધપાટ કરી હતી. તેમજ પોલીસને જાણ કરી પોલીસ(Vapi GIDC Police ) સોપ્યો હતો.
અવારનવાર સર્જાય છે અકસ્માત
અકસ્માતની ઘટનામાં મૃતક મજૂરનો પરિવાર પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો. જેઓએ મૃતકને જોઈને કાળજું કંપાવતું આક્રંદ કર્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા કે અહીં ચાર રસ્તા પર મુખ્ય માર્ગના આંતરિક માર્ગ પર સ્પીડ બ્રેકર ના હોવાથી ચારે તરફથી આવતા વાહનો પુરપાટ વેગે આવે છે. અવારનવાર અકસ્માત સર્જાય છે. આજે બનેલ અકસ્માતમાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ GIDC પોલીસે ટેન્કર ચાલકને પકડી મૃતક મજૂરના મૃતદેહને પી.એમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ વાપીમાં NCB એ ડ્રગ્સની ફેક્ટરીનો કર્યો પર્દાફાશ, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 85 લાખની રોકડ ઝપ્ત