- સાંકડા પુલ પર બે વાહનો સામસામે આવી જતા અકસ્માતની ઘટના
- ટેમ્પો પુલની બાજુમાંથી પસાર થવા જતા એક તરફનું ટાયર ખેંચી જતા ટેમ્પો પલટી ગયો
- ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ચાલકનો ચમત્કારિક બતાવો
વલસાડ : સાંકડા પુલ પરથી એક ટેમ્પા નંબર GJ 15 AT 2169માં સિમેન્ટની થાંભલી ભરીને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી કાર આવતા બન્ને વાહનો પસાર થવા માટે પૂરતી જગ્યા ન મળતા, ટેમ્પો પુલની સાઈડ પર પલટી મારી ગયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પુલ સાંકડો હોવાના કારણે આ ઘટના સર્જાઈ હતી.
સ્થાનિકોએ કરી છે પુલ પહોળો કરવા માટેની અનેક રજૂઆતો
પુલ સાંકડો હોવાને લઈને આ અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો બન્યા છે. જેના કારણે સ્થાનિકોએ આ સમગ્ર બાબતને ધ્યાને લઇ અનેક રાજકારણીઓ સમક્ષ આ પુલને પહોળો કરવા માટે મૌખિક અને લેખિત રજૂઆતો પણ કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ પણ કામગીરી ન કરવામાં આવતા અકસ્માત સર્જાતા રહે છે.