વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ- ડેહલી ખાતે વૃષભ એપાર્ટમેન્ટમાં રહેનારા અને તુંબ ખાતે આવેલી મુન્દ્રા કંપનીમાં કામ કરનારા યુવાન રાહુલ ઇજુવા નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહુલનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી બાઈક પર સવાર જીતુભાઈ વરઠાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. જેથી ભીલાડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ: ભિલાડ-ડેહલી રસ્તા પર સર્જાયો અકસ્માત, 2નાં મોત - ભીલાડના તાજા સમાચાર
વલસાડ જિલ્લાના ભીલાડ નજીક ડેહલી રસ્તા પર વહેલી સવારે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવાનનું મોત નિપજ્યું હતું. જેથી લોકોમાં અરેરાટી ફેલાઈ હતી.
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ- ડેહલી ખાતે વૃષભ એપાર્ટમેન્ટમાં રહેનારા અને તુંબ ખાતે આવેલી મુન્દ્રા કંપનીમાં કામ કરનારા યુવાન રાહુલ ઇજુવા નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહુલનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી બાઈક પર સવાર જીતુભાઈ વરઠાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. જેથી ભીલાડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભિલાડ :- વલસાડ જિલ્લાના ભીલાડ નજીક ડેહલી રસ્તા ઉપર વહેલી સવારે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંને યુવાન બાઇક સવારોનું કરૂણ મોત નીપજતા તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બંને યુવકોના મૃતદેહો માર્ગ પર ફંગોળાયા હતાં. અને માર્ગ પર લોહીની ધાર વહી હતી. જેને જોઈને લોકોમાં પણ અરેરાટી ફેલાઈ હતી.
Body:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ- ડેહલી ખાતે વૃષભ એપાર્ટમેન્ટમાં રહેતા અને તુંબ ખાતે આવેલી મુન્દ્રા કંપનીમાં કામ કરતો યુવાન રાહુલ રાજન ઇજુવા નાઈટશિફ્ટની નોકરી કરી પરત ઘરે પોતાની બજાજ પલ્સર મોટરસાયકલ પર આવતો હતો. તે દરમિયાન સવારે સાતેક વાગ્યાના સમયે ભીલાડ નજીક ડેહલી સતલજ કંપની તરફ જતા રોડની આગળ એક સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલક જીતુભાઈ ચંદરભાઈ વરઠાએ પોતાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અથડાવી દેતા સર્જાયેલા આ અકસ્માતમાં રાહુલ રાજન ઈઝુવાને ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ કરૂણ મોતને ભેટ્યો હતો. Conclusion:જ્યારે સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલક જીતુભાઈ ચંદરભાઈ વરઠાને પણ ગંભીર ઈજા પહોંચતા તેનું પણ સારવાર દરમિયાન ભીલાડ ખાતે કરૂણ મોત નિપજવા પામ્યું હતું.આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં બન્ને આશાસ્પદ યુવકોના કરુણ મોત નિપજતા બંનેના પરિવારોમાં શોકની લાગણી ફેલાઇ છે.