વલસાડ: ધરમપુર પાલિકા વિસ્તારના પ્રશ્નોને મુદ્દા બનાવવાશે એવું બેઠકમાં નક્કી થયું છે. ધરમપુર સર્કિટ હાઉસ ખાતે મળેલી આમ આદમી પાર્ટીની બેઠકમાં ગુજરાત નગરપાલિકા ચૂંટણીના પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાની અધ્યક્ષતામાં આજે વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી દિવસમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં કયા પ્રકારના મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવા જે અંગે ચર્ચા થઈ હતી. જેમાં ધરમપુર નગરપાલિકાના સ્થાનિક કક્ષાના પ્રશ્નોને ચૂંટણીમાં મુદ્દા તરીકે ઉપયોગમાં લેવામાં આવે તેવી ટકોર કરવામાં આવી હતી. આ તમામ પ્રકારના પ્રશ્નોને ગોપાલભાઈએ સાંભળ્યા પણ હતા.
"આગામી દિવસમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડત આપવા માટે તૈયાર છે અને તેના આયોજન સ્વરૂપે જ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં અને દરેક વિભાગમાં કાર્યકર્તાઓ સાથે વિશેષ બેઠક યોજવા તૈયારી સ્વરૂપે આયોજન કરવામાં આવી રહ્યું છે"-- ગોપાલભાઈ ઇટાલીયા
રાજ્યસભામાં અને લોકસભામાં પસાર: UCC સિવિલ કોડ બાબતે આમ આદમીનું સ્ટેન્ડ ક્લિયર છે. ચૈતર વસાવા આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જેઓ મિટિંગમાં હાજર રહ્યા હતા અને તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી એ ucc સિવિલ કોડ બાબતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખ્યું છે. જ્યારે પણ આ ખરડો રાજ્યસભામાં અને લોકસભામાં પસાર થશે. ત્યારે આદિવાસી સમાજને આ સમાન સિવિલ કોડ માંથી બાદ રાખવા માટે નિર્દેશ કરવામાં આવશે.
વિરોધી પાર્ટી: પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ પર શિક્ષકોને ભરતી બાબતનો સરકારનો નિર્ણય તુઘલખી હાલમાં જ શિક્ષકોની ભરતી બાબતે વિવાદ વક્ર કર્યો છે. જેમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકોની ભરતી કરવાની વાતો થઈ રહી છે. ત્યારે શિક્ષકોનું ભવિષ્ય જ્યાં નિશ્ચિત ન હોય ત્યાં બાળકોના ભવિષ્ય માટે શિક્ષકો કેટલું અને કેવું યોગદાન આપી શકે ગોપાલભાઈ ઇટાલીયા સરકારના આ નિર્ણયને તુઘલખી નિર્ણય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી શિક્ષણ શાળા શિક્ષક અને વાલી વિદ્યાર્થી વિરોધી પાર્ટી છે. માણસ ભણે અને આગળ વધે અને સવાલ કરે તે તેઓને ગમતું નથી. જેથી શિક્ષણથી વંચિત રાખવા ભાજપના માણસો કંઈક ને કંઈક કરતા હોય છે.