- વલસાડમાં ઉદવાડા રેલવે ફાટક પર યુવકે ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત
- ફાટક બંધ હતું તે દરમિયાન યુવક ટ્રેનની સામે આવીને ઊભો રહી ગયો હતો
- આપઘાત કરનારો અજાણ્યો યુવક કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી
વલસાડઃ ઉદવાડા રેલવે ફાટક પાસેથી ગૂડ્સ ટ્રેન પસાર થઈ રહી હોવાથી ફાટક બંધ રાખવામાં આવ્યો હતો. એ સમયે એક અજાણ્યો યુવક ફાટક પાસે આવીને ઊભો રહી ગયો હતો અને જેવી ટ્રેન નજીક આવી કે તરત જ એ યુવક ફાટક પાસેથી દોડીને ટ્રેક પર ઊભો રહી ગયો હતો. જોતજોતામાં ગૂડ્સ ટ્રેન તેના પરથી પસાર થઈ ગઈ હતી.
ગુડ્સ ટ્રેન પસાર થવા સમયે ફાટક બંધ હતો ત્યારે જ અચાનક યુવક દોડી આવ્યો હતો, જેને પગલે ઘટના બાદ યુવકના શરીર જ બે ટુકડા થઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે ફાટક ઉપર ઊભા રહેલા અનેક લોકો સ્તબ્ધ બની ગયા હતા. આ ઘટના અંગે ટ્રેનના ચાલકે ઉદવાડા રેલવેના સ્ટેશન મેનેજરને જાણ કરી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે અને આપઘાત કરનાર યુવક કોણ છે તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. યુવકે શા માટે આપઘાત કર્યો તે જાણવા પોલીસે તજવીજ શરૂ કરી છે.