જામનગર: આજે રસ્તા ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ આપણે સમાચારમાં જોઇએ છીએ. કોઇ પણ કારણ હોઇ શકે પરંતુ અકસ્માતમાં ઘાયલ લોકો હોસ્પિટલ પહોંચે તે પહેલા પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે સરકાર દ્વારા પણ કહેવામાં આવે છે કે, વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરો કે સીટબેલ્ટ પહેરો પણ લોકો આ વાતની દરકાર નથી કરતા, જેથી અકસ્માતમાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
એક્ટીવા અને બોલેરો વચ્ચે અકસ્માત: જામનગરના ધ્રોલ તાલુકાના જાયવા ગામે આશાપુરા હોટલ પાસે એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. જેમાં એકટીવા અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. આ ગંભીર અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે.
અકસ્માતમાં 3 લોકોના મોત: મળતી માહિતી મુજબ અકસ્માતમાં જેનું મૃત્યુ થયું તેઓ ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા તે ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે આ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી 1 બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત અન્ય 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે આ અકસ્માતની જાણ મૃતકોના પરિજનોને થતા શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: