- મોડેલિંગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી યુવતીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી
- રાજસ્થાનમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં અવ્વલ નંબર મેળવ્યો હતો
- ધરમપુર પોલીસે વધુ તાપસ હાથ ધરી
વલસાડઃ જિલ્લાના ધરમપુર નજીક માં આવેલા ખારવેલ ગામે ગામે ગ્રામ પંચાયત કચેરીની સામે આવેલા બંગલામાં રહેતા પરિવારની પુત્રીએ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર ખારવેલ ગામે રહેતા અમર પટેલની પુત્રી ગહેના કુમારી ગઈ રાત્રી દરમિયાન પોતાના બંગલાના પહેલા માળે પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. જે અંગે પરિવારજનોને જાણકારી મળતા જ હોસ્પિટલ લાવવામાં આવી હતી, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે ધરમપુર પોલીસમાં જાણકારી આપતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.
![ધરમપુર ખાતે રહેતી મોડલિંગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી સગીરાએ કરી આત્મહત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-02-susideofyunggirl-photostory-gj10047_07042021211629_0704f_1617810389_1107.jpg)
આ પણ વાંચોઃ કોરોનાનો ભય વૃદ્ધને ભરખી ગયો, સ્યુસાઇડ નોટ સાથે કરી આત્મહત્યા
તિથલ બીચ ખાતે આયોજિત મિસ સાઉથ ગુજરાત મોડેલિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો
મહત્વનું છે કે, આત્મહત્યા કરનારી તરુણી ગેહના કુમારી ખુબ પ્રતિભા ધરાવતી હતી. હાલમાં તિથલ ખાતે આયોજિત કરવામાં આવેલી મિસ સાઉથ ગુજરાત ફર્સ્ટ રનરઅપ સ્પર્ધામાં પણ તેણીએ પોતાની પ્રતિભા પાથરી હતી અને અવ્વલ સ્થાન મેળવ્યું હતું. તો રાજસ્થાન ખાતે આયોજિત એક સ્પર્ધામાં ભાગ લઈ તેમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ નંબર મેળવ્યો હતો, પરંતુ આચાનક ગહેના દ્વારા આ પગલું ભરવામાં આવતા પરિવારજનો મુંઝવણમાં મુકાયા છે. આજે ગેહનાની અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા હતા.
![ધરમપુર ખાતે રહેતી મોડલિંગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી સગીરાએ કરી આત્મહત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-02-susideofyunggirl-photostory-gj10047_07042021211629_0704f_1617810389_923.jpg)
આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાના ઘરે આત્મહત્યા કરી
પોલીસે સમગ્ર બાબતે અકસ્માતે મોત અંગે ગુનો દાખલ કર્યો
ગહેના છેલ્લા કેટલાક સમયથી મોડેલિંગ ક્ષેત્રે ખુબ પ્રતિભા ધરાવતી હતી. જેને લઈને તેને અનેક લોકો ઓળખતા હતા. આજે અચાનક વહેલી સવારે તેણીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા તેના અનેક મિત્રો પણ આ સમાચાર સાંભળી શોકમાં સરી પડ્યા હતા. ધરમપુર પોલીસે સમગ્ર બાબતે અકસ્માતે મોત અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
![ધરમપુર ખાતે રહેતી મોડલિંગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી સગીરાએ કરી આત્મહત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-02-susideofyunggirl-photostory-gj10047_07042021211629_0704f_1617810389_370.jpg)