વલસાડઃ સમગ્ર ગુજરાતના હાલ 80 ટકા કરતા વધુ લોકો ખેતી કરી ગુજરાન ચલાવે છે અને ખેતી કરવા માટે તેઓ આજે પણ વર્ષો પરંપરાગત ઓજારોનો ઉપયોગ કરતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે, તેમ તેમ આ ઓજારોમાં કોઈ ફેરબેદલ કરવામાં આવ્યા નથી. વર્ષોથી ચાલી આવતા ઔજારો જ ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ મૂળ વડોદરા જિલ્લાના અને હાલ ધરમપુરમાં સ્થાઈ થયેલા યુવકે ખેડૂતોને વધુ શ્રમ ન પડે અને કામગીરીમાં આસાની રહે તેમજ નીંદણ હોય ખોદકામ હોય કે અન્ય ખેતીને લગતા કામમાં ઉપયોગી ઓજારો નિર્માણ કર્યા છે. આ ઔજારો ખેડૂતો માટે ખૂબ જ સવલત ભર્યા છે. અત્યાર સુધીમાં આ યુવાને 35 ઓજારોનું નિર્માણ કર્યું છે. આ કાર્યમાં ગ્રામીણ યુવકોને સાથે રાખીને રોજગારીની તક પણ આપી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર બીલપુડી ગામે એક નાનકડા ઘરમાં (ગ્રામોદય ઇકો વિલેજ)માં મિટ્ટીધનની શરૂઆત કરવામાં આવી હતી. જેનો પ્રારંભ હિરેન પંચાલે કર્યો હતો. જેઓ મૂળ વડોદરા જિલ્લાના રહીશ છે અને તેમને ડિપ્લોમા ઇન રૂરલ ટેકનોલોજીનો અભ્યાસ ક્રમ વિજ્ઞાન આશ્રમ પુણેથી પૂર્ણ કરીને નર્મદા જિલ્લામાં કાર્યરત થયા અને ત્યાં કેટલીક સંસ્થાઓ સાથે કામ કરતા તેમને પોતાના માટે પ્રથમ ખેતીનાં ઓજારો બનાવ્યા હતા.
હિરેન પંચાલે કેટલાક ઓજારો ખેડૂતોને આપ્યા હતા. જેમનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જે બાદ તેમને નક્કી કર્યું કે, તેઓ હવે ખેડૂતો માટે ઉપયોગી ઔજાર બનાવશે. હિરેન પંચાલે મિટ્ટીધન નામની એક નાનકડી સંસ્થા શરૂ કરી હતી. જેના દ્વારા 35 એવા ખેડૂતોને ઉપયોગી ઓજારો બનાવ્યા કે, અગાઉ જૂના ઔજાર કરતા તે ઉપયોગીતાના સરળ અને વધુ મહેનત કરવી પડતી નથી. નિંદામણ માટે પાવડા હોય પાંજેટી હોય કે, ત્રિકમ હોય કે દાતરડું દરેક માટે ખૂબ ઉપયોગી અને દરેકની વિશેષતા પણ ખૂબ અલગ અલગ છે. જૂના ઔજારમાં ખેડૂતોએ ખૂબ વાંકાં વળીને કામગીરી કરવી પડતી હતી, પણ વિજ્ઞાનની સહાય લઇ તેમને એવા ઔજારો નિર્મિત કર્યા છે કે, કામગીરીમાં ખેડૂતોને આસાની અને મહેનત કરવી પડતી નથી.
ઉલ્લેખનીય છે કે, મિટ્ટી ધન માત્ર ઓજાર બનાવાની સાથે સાથે ગ્રામીણ કક્ષાએ રહેતા યુવાનોને વેલડર, ફિટર, ટર્નર જેવા યુવાનોને રોજગારી પણ પુરી પાડી છે. અહીં કામ કરનારા યુવાનો સ્થાનિક કક્ષાના છે. બાળકોમાં ખેડૂતોના ગુણ કેળવાય તે માટે તેમને ખેતી કામમાં ઔજારોને નાનું સ્વરૂપ આપીને બાળકોને પણ આકર્ષે એવા ઓજારો બનાવ્યા છે. જેથી બાળક પણ ખેતી કેવી રીતે થાય અને કામગીરી કેવી રીતે કરવી કાયા ઓજાર ક્યાં ઉપયોગ થાય છે. તે તમામ જાણી શકે અને અનુભવી શકે એ માટે કામકડા બનાવ્યા છે, એ પણ ખૂબ ઉપયોગી છે.
આમ મૂળ વડોદરાના યુવાને ધરમપુરમાં શરૂ કરેલા મિટ્ટીધન સ્થાનિક રોજગારી ખેડૂતો માટે અત્યાધુનિક પદ્ધતિના ઔજાર અને બાળકો માટે કામકડા બનાવીને ખેતીમાં સરળતા પુરી પાડી રહ્યા છે. જે ખેડૂતોને પણ ઉપયોગી બની રહ્યા છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા સાધનો સ્કૂલોમાં તેમજ અનેક ખેડૂતો ઓનાઇલ પણ ખરીદી કરી રહ્યા છે.
10 ડિસેમ્બર, 2019 - મહીસાગરના શિક્ષક-ખેડૂતે છોડમાં ખાતર આપવાનું અનોખું યંત્ર બનાવ્યું
ખેત ઓજારોમાં અનેક સંશોધનો માનવશ્રમ અને સમયની બચત અને તેનો કાર્યક્ષમ ઉપયોગ ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય મેળવે મેળવે છે. ગુજરાત સરકારના G.C.E.R.T ગાંધીનગર દ્વારા સંશોધનમાં નાવિનીકરણ માટે દર વર્ષે આયોજીત થતા એજયુકેશન ઇનોવેશન ફેરથી ખેડૂત પ્રોત્સાહિત થયા છે. કડાણા તાલુકાના મુનપુર ગામના ખેડૂત અને ઉદ્યોગ શિક્ષક તેજસ કુમાર પાઠકે ખેડૂતો માટે તદ્દન નજીવા ખર્ચે છોડને ખાતર આપવાનું સાધન બનાવ્યું હતું.
મુનપુર યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલના ઉદ્યોગ શિક્ષક અને ખેડૂત તેજસ પાઠક અવારનવાર શાળા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી વિજ્ઞાન મેળાઓમાં અનેક નવીન પ્રયોગો શાળાના બાળકોને માર્ગદર્શિત કરી રજૂ કરે છે. તેમણે ખેતરમાં કમરથી વળીવળીને ખાતર મૂકતા થતી મુશ્કેલીઓ માંથી આ ખાતર મૂકવાના સાધનની શોધનો જન્મ થયો. તેમણે બે નંગ PVC પાઇપ,ક્લેમ્પ, રબર બેન્ડ તેમજ ઠંડા પીણાની ખાલી બોટલના ઉપયોગથી સામાન્ય ખર્ચમાં ખેડૂતોને ખાસ ઉપયોગી થઈ પડે તેવું ખાતર મૂકવાનું સાધન બનાવ્યું છે.
"ખેડુતોને પુનરાશ્વાસન આપો" એમ.એસ. સ્વામિનાથન એ સરકારને સુચવ્યુ
જાણીતા કૃષિવિજ્ઞાની અને પ્રોફેસર એમ.એસ. સ્વામિનાથને સરકારને અપીલ કરી છે કે દેશભરમાં લોકડાઉન પ્રતિબંધોથી અસરગ્રસ્ત ખેડૂતોની મદદ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. તેમણે શુક્રવારે એક નિવેદન જારી કરીને સરકારને ઘણા સૂચનો કર્યા હતા.