ETV Bharat / state

કપરડામાં અજાણી યુવતીએ જાહેરમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ - યુવતીએ જાહેરમાં ઝેરી દવા પીધી

કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે શાકમાર્કેટની પાછળના ભાગે આવેલા શૌચાલય નજીક એક અજાણી યુવતીએ શનિવારના સાંજે છ વાગ્યાની આસપાસ ઝેરી દવા પી લેતા તેની હાલત લથડી પડી હતી. યુવતીને તરફડતી હાલતમાં જોઈ આસપાસના લોકો શૌચાલય પાસે દોડી આવ્યા હતા અને 108ને આ બાબતે જાણ કરી હતી.

kaparda
author img

By

Published : Jul 28, 2019, 2:48 PM IST

નાનાપોઢા ગ્રામપંચાયત નજીક આવેલા શાક માર્કેટની પાછળના ભાગે આવેલા જાહેર શૌચાલય નજીક એક અજાણી યુવતીએ શનિવારે સાંજે છ વાગ્યાની આસપાસ કોઈ ઝેરી પ્રવાહી પી લેતા તેની હાલત લથડી પડી હતી. ઝેરી પ્રવાહી પીધા બાદ તે જમીન પર પડીને તરફડિયા મારતી હતી ત્યારે આસપાસના શાકભાજી વાળા વેપારીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. યુવતીને નાનાપોંઢા ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી તેને વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં મોકલી દેવામાં આવી હતી.

સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે, આ યુવતી એકાદ કલાક પહેલા શાકભાજી માર્કેટની આગળ ખુલ્લી જગ્યામાં બેસીને રડતી જોવા મળી હતી, ત્યાર બાદ તેણે અચાનક જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. જો કે આ યુવતી કયા ગામની હતી, અને શા માટે તેણે આત્મહત્યાનો યાસ કર્યો આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

Intro:કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે શાક માર્કેટની પાછળના ભાગે આવેલા સૌચાલય નજીક એક અજાણી યુવતીએ આજે સાંજે છ વાગ્યાની આસપાસ ઝેરી દવા કોઈ અગમ્ય કારણોસર પી લેતા તેની હાલત લથડી હતી જેને તરફડતી હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 ની જાણકારી આપ્યા બાદ સારવાર માટે ખસેડવામાં આવી હતી

Body:નાનાપોઢા ગ્રામપંચાયત નજીક આવેલા શાક માર્કેટની પાછળના ભાગે આવેલા જાહેર સૌચાલય નજીક એક અજાણી યુવતીએ આજે સાંજે છ વાગ્યાની આસપાસ કોઈ ઝેરી પ્રવાહી પી લેતા તેની હાલત લથડી પડી હતી ઝેરી પ્રવાહી પીધા બાદ તે જમીન પર પડીને તરફડિયા મારતી હતી ત્યારે આસપાસના શાકભાજી વાળા વેપારીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ ની જાણકારી આપતા આ યુવતીને 108 એમ્બ્યુલન્સ માં નાનાપોંઢા ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી તેને વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં મોકલી દેવામાં આવી હતી સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે આ યુવતી એકાદ કલાક પહેલા શાકભાજી માર્કેટ ની આગળ ખુલ્લી જગ્યામાં બેસીને રડતી જોવા મળી હતી જે બાદ અચાનક જ કોઈ ઝેરી પ્રવાહી આ યુવતીએ ગટગટાવી લીધું હોવાનું વેપારીઓ હાલમાં રહ્યા છે

Conclusion:જાહેર સૌચાલય નજીક અચાનક જ બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.જોકે આ યુવતી કયા ગામની હતી અને શું નામ હતું અને કયા કારણોસર આ યુવતીએ ઝેરી પ્રવાહી ગટગટાવ્યું તે બાબત હાલ તો તપાસનો વિષય બન્યો છે પરંતુ આ યુવતીને તાત્કાલિક આપણે સારવાર માટે લઈ જતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.