- 71 વર્ષીય મહિલાએ 75 વર્ષીય પતિને માથામાં ધોકો મરતા સારવાર દરમિયાન મોત
- 75 વર્ષીય પતિ તેની પત્ની ઉપર શંકા કરતો હતો જેને લઇને ઝગડો થતા ઘટના બની
- પોલીસે હાલ મહિલાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે
વલસાડ: શહેરમાં છીપવાડ વિસ્તારમાં રહેતા અમૃતભાઈ પટેલ અને તેમની પત્ની લક્ષ્મીબેન પટેલ પોતાનો જીવનનિર્વાહ ગુજારી રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અમરતભાઈએ માથાના ભાગે ઓપરેશન કરાવ્યું હતું અને તેઓ હાલ માંડ- માંડ વોકર લઇને ચાલતા થયા હતા. તેઓ પોતાની 71 વર્ષીય પત્ની ઉપર શંકાની નજરે જોતા હતા અને વારંવાર તેમને મેણાં ટોણાં મારતા હતા. તેને લઈને આ બન્ને વયોવૃદ્ધ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. જોકે મંગળવારે પણ આ જ બાબતે એટલે કે પતિએ પોતાની પત્નીને કોને મળવા ગઈ હતી તેવું કહેતા ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈ ગયેલી તેમની પત્ની લક્ષ્મીબેને અમૃતભાઈને માથાના ભાગે કપડાં ધોવાના ધોકાના ફટકા મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે લઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો: સાહિબગંજમાં ભૂતની શંકાના આધારે મહિલાની હત્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
અમૃતભાઈનો પરિવાર વલસાડથી બહાર રહે છે
અમૃતભાઈના પરિવારમાં તેમની પુત્રીઓ અન્ય શહેરોમાં પરણાવી દીધી છે, જ્યારે એક પુત્રી તેમના જમાઈ સાથે દુબઈમાં રહે છે. વલસાડમાં આ બંને વયોવૃદ્ધ પતિ-પત્ની રહેતા હતા અને હાલમાં જ થોડા સમય પહેલા અમૃતભાઈને માથાના ભાગે ઓપરેશન પણ કરાવવામાં આવ્યું હતું.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે 71 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે
આ સમગ્ર ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસને કરી હતી. જે બાદ 71 વર્ષીય લક્ષ્મીબેનની પોલીસે ધરપકડ કરી છે. જોકે પ્રાથમિક તપાસમાં લક્ષ્મીબેને જણાવ્યું કે, મૃતક અમૃતભાઈ તેમના ઉપર શંકાની નજરે જોતા હતા. તેઓ મંગળવારના રોજ મંદિરે દર્શન કરવા ગયા હતા અને પોતે ઘરે પરત ફર્યા ત્યારે તેમને કેટલાક મેણા ટોણા માર્યા હતા અને જે બાદ બન્ને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.
આ પણ વાંચો: મોરબીની ત્રાજપર ચોકડીએ નજીવી બાબતે યુવાનની હત્યા
પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડાનો કરુણ અંજામ
આમ શંકાને કારણે મેણા-ટોણા મારવા જતાં બન્ને વયોવૃદ્ધ પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. પત્ની ઉશ્કેરાઈ જઈને પોતાના 75 વર્ષીય પત્નીને માથાના ભાગે કપડાં ધોવાના ધોકા વડે ફટકા માર્યા હતા. જેને લઈને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર બાબતે હાલ તો વલસાડ સિટી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી લક્ષ્મીબેનની અટકાયત કરી આગળની તપાસ વધુ શરૂ કરી છે.