- ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ કરીકે ઉજવવામાં આવે
- જિલ્લાની તમામ કચેરીઓમાં બે મિનિટનું મૌન
- 11:00 વાગે કચેરીઓ એકદમ સૂમસામ બનેલી
વલસાડ : 30મી જાન્યુઆરી એટલે કે ગાંધીનિર્વાણ દિવસને અનુલક્ષીને કેન્દ્ર સરકાર દ્વારા આજના દિનને શહીદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. જેને અનુલક્ષીને વલસાડ જિલ્લાની અનેક સરકારી કચેરીઓમાં આજે વહેલી સવારે 11 વાગે એટલે કે ઓફિસ ટાઇમના સમયમાં પોતાની જગ્યા ઉપર ઊભા થઈને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ. વલસાડ જિલ્લાની તમામ કચેરીઓ અગિયારના ટકોરે એકદમ સૂમસામ બની હતી.
જિલ્લા કલેક્ટર સહિત કચેરીનો સ્ટાફ પણ મૌનમાં જોડાયા
વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર રાવલ અને કલેક્ટર કચેરીના મોટાભાગનો સ્ટાફ સવારે 11ના ટકોરે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ શહીદો માટે માન આપવા તેમજ શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળ્યું હતુ. ગાંધી નિર્માણ દિવસ હોવાથી આજે ગાંધીજીના મૂલ્યોને પણ યાદ કર્યા હતા. વલસાડ જિલ્લાના છ તાલુકામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં આજે 11:00 શહીદોના માનમાં મૌન પાળવામાં આવ્યું હતું.