ETV Bharat / state

વલસાડ જિલ્લામાં કોરોનાના કુલ 34 પોઝિટિવ કેસ, રેડ ઝોન તરફ આગળ વધી રહ્યો છે જિલ્લો - Corona virus

વલસાડ જિલ્લાના વાપીમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસમાં બુધવારે બીજા દિવસે પણ એકસાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાપીમાં શાકભાજીના વેપારી અને કોરોના પોઝિટિવ દર્દીના પત્ની, પુત્ર અને ભાઈના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે, જ્યારે ગોદાલનગરમાં કોરોનાગ્રસ્ત પરિવારમાં પણ ફરી વધુ 2 કેસ અને કોસંબામાં 1 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 34 પોઝિટિવ કેસ નોંધાયા છે.

A total of 34 positive patients were registered in Valsad
વલસાડ જિલ્લામાં કુલ 34 પોઝિટિવ દર્દીઓ નોંધાયા, જિલ્લો રેડ ઝોન તરફ વધી રહ્યો છે
author img

By

Published : May 28, 2020, 1:06 PM IST

વલસાડઃ જિલ્લાના વાપીમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસમાં બુધવારે બીજા દિવસે પણ એકસાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાપીમાં શાકભાજીના વેપારી અને કોરોના પોઝિટિવ દર્દીના પત્ની, પુત્ર અને ભાઈના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે, જ્યારે ગોદાલનગરમાં કોરોનાગ્રસ્ત પરિવારમાં પણ ફરી વધુ 2 કેસ અને કોસંબામાં 1 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 34 પોઝિટિવ કેસ નોંધાયા છે.

વલસાડ જિલ્લામાં કુલ 34 પોઝિટિવ દર્દીઓ નોંધાયા, જિલ્લો રેડ ઝોન તરફ વધી રહ્યો છે

દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં મંગળવાર સુધી 28 કેસ નોંધાઈ ચૂક્યા બાદ બુધવારે આ આંકડો 34 પર પહોંચ્યો છે. જિલ્લામાં લોકડાઉન 4.0માં કેસનો વધારો નોંધાયો છે. જેમાં વાપીના જ 20 કેસ છે. લોકડાઉન 3.0 સુધીમાં જિલ્લામાં 6 કેસ જ હતા. જેમાંથી પાંચ રિકવર થઈ જતા એક જ કેસ એક્ટિવ હતો. દરમિયાન લોકડાઉન 4.0ના શુભારંભ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં વધારો થયો છે. લોકડાઉન 4.0માં વધુ 28 જેટલા કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 34 થઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ આવતા દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ કરી દીધું છે, મળતી માહિતી પ્રમાણે, દર્દીઓના સંબંધીઓને નામ જાહેર થતા ભારે સહન કરવું પડ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે.

20મી એપ્રિલે જિલ્લામાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં કુલ 34 કેસો પૈકી 20 જેટલા કેસ માત્ર વાપી શહેરમાં નોંધાયા છે. વાપીના ગોદાલ નગરમાં એક જ પરિવારના 8 સભ્યો સહિત વાપી હરિયા હોસ્પિટલના વોર્ડ બોયને સંક્રમણ થયું છે. ગોદાલ નગરમાં કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવેલા માતા અને કાકી બાદ બુધવારે વધુ 2 વ્યક્તિઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ચલાના શાકભાજીના વેપારીના પરિવારમાં પણ વધુ કેસ સામે આવ્યા છે.

જિલ્લામાં મંગળવારે રાત્રે વલસાડ તાલુકામાં 2, પારડીમાં 1 અને ઉમરગામમાં 1 કોરોના પોઝીટીવ આવ્યા હતા. જે બાદ બુધવારે વાપીના પાંચ સહિત કુલ 6 કેસ નોંધાતા ફરી લોકોમાં ગભરાટ ફેલાયો છે. જિલ્લામાં હાલ ઉમરગામ તાલુકો એક કોરોના પોઝિટિવ દર્દીના સ્વસ્થ થયા બાદ કોરોના મુક્ત હતો જેને પણ કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લેતા જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી, વલસાડ, ધરમપુર અને કપરાડા તમામ તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે.

જિલ્લાના પ્રથમ દર્દીથી લઈને અત્યાર સુધીના તમામ દર્દીઓ મુંબઈથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીને કારણે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જો કે અત્યાર સુધીમાં 10 દર્દીઓ રિકવર થતા તેમને રજા અપાય છે. તેમજ હજુ 17 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આરોગ્ય વિભાગે અને વહીવટીતંત્રએ હાલ આ તમામ લોકોના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન કર્યા છે. પોઝિટિવ કેસ જ્યાંથી આવ્યા છે તે વિસ્તારને કન્ટેનમેન્ટ અને બફરઝોન જાહેર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.