- ઉમરગામ ધર્માંતરણ મામલે VHP ની બેઠક
- વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાની પોલીસ તપાસ
- ઘર વાપસી માટે સમાજના આગેવાનો સાથે ચર્ચા
વલસાડ : જિલ્લાના ઉમરગામ તાલુકામાં દાંડી ગામે આવેલા ચર્ચમાં 7 જેટલા લોકોને પાણીના કુંડમાં બેપ્ટિસ્ટ વિધિ કરાવી ધર્મ પરિવર્તન કરાવવાના વાયરલ વીડિયો બાદ ચકચાર મચી હતી. જે અંગે વલસાડ જિલ્લા પોલીસે તપાસ કરતા આ વાયરલ વીડિયો એપ્રિલ માસનો હોવાનું સામે આવ્યું છે. તેમજ બેપ્ટિસ્ટ વિધિમાં શામેલ લોકો ઘણા વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાની વિગતો જાણવા મળી હતી, ત્યારે, આ મામલે VHP એ સમાજના આગેવાનો સાથે મિટિંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો: દમણના દમણવાડામાં આદિવાસીમાંથી ખ્રિસ્તી બનેલા પરિવારના ઘરે VHP અને પોલીસની તપાસ
ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા લોકોનો વસવાટ
ઉમરગામ તાલુકામાં મરોલી-દાંડી જેવા 8 જેટલા ગામ છે. જેમાં અનેક સમાજના લોકો વાસવાટ કરે છે. આ સમાજના લોકો હિન્દૂ છે, પરંતુ હાલમાં આ વિસ્તારના દરેક ગામમાં વર્ષોથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા લોકો વસવાટ કરે છે. આ ઉપરાંત, દરેક ગામમાં ચર્ચ પણ છે. જેમાં પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. જો કે, હાલમાં વાયરલ થયેલા વીડિયો બાદ આ પ્રવૃતિઓ તરફ સૌ કોઈનું ધ્યાન ગયા બાદ વલસાડ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લોભ લાલચ આપી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો નથી : DYSP
વાયરલ વીડિયો બાદ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં આ વીડિયો ગત એપ્રિલ માસનો છે. તે સમયે અહીં ચર્ચમાં બેપ્ટિસ્ટ વિધિ કરવામાં આવી હતી. તેમાં ઉપસ્થિત અને વિધિમાં શામેલ તમામ લોકો વર્ષોથી ખ્રિસ્તી ધર્મ જ પાળે છે. હાલમાં તેઓને લોભ લાલચ આપી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાની વિગતો ધ્યાનમાં આવી નથી. - વી. એન. પટેલ ( DySP )
કુંડમાં ડૂબકી લગાવતો વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં એક ગુલાબના ફૂલ સાથેના પાણીના કુંડમાં એક પાદરી 5 મહિલાઓ અને 2 પુરુષોને ડૂબકી લગાવી ખાસ વિધિ કરે છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. તમામ ખુશીનો પ્રસંગ હોય તેમ સજીધજીને આવ્યાં છે. આ ઉપરાંત, કેટલાક મોબાઈલ કેમેરામાં તેને યાદગાર સાંભરણારૂપે કેદ કરી રહ્યા છે. જે સ્થળ છે તે એક ચર્ચ છે જે દાંડી ગામનું છે.
આ પણ વાંચો: Gujarat Religious Conversion Case : સુરતના સંતોષને લાલચ આપીને અબ્દુલ્લા બનાવ્યો હોવાનો પરિજનોનો આક્ષેપ
VHP એ મામલાને ગંભીર ગણ્યો
આ વાયરલ વીડિયો બાદ સમાજના આગેવાનોની બેઠક બોલાવી આ અંગે ચર્ચા કરી હતી. તે સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે પણ આ મામલાને ગંભીર ગણી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી.
ઘરવાપસી માટે ચર્ચા વિચારણા
દાંડી ગામે એક પરિવારે ધર્માતારણ કરી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા પરિવારને ઘર વાપસી માટે VHP ના સભ્યોએ રવિવારના રોજ દાંડીમાં સમાજના હોલમાં સભા મળી હતી. જેમાં 4થી વધુ ગામના સમાજના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલા પરિવારને ઘર વાપસી માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ પરિવારને શું પ્રલોભન આપવામાં આવ્યું હતું. તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.