- દિવ્યાંગ યુવક અગાઉ પણ નેશનલ પેરાઓલમ્પિકમાં ભાગ લઇ ચુક્યો છે
- સો મીટર દોડમાં ચંડીગઢમાં પોતાની પ્રતિભા પાથરી હતી
- યુવકની નબળી પરિસ્થિતિને લીધે તે આગળ વધી શકે તેમ નથી
વલસાડ: કપરાડા તાલુકાના પેંઢરદેવી મૂળ ગામ ફળિયામાં રહેતા જયરામદેવજી બાતરી જે એમ.એ બી.એડ કર્યું છે. તે ધોરણ પાંચમાં હતો ત્યારે ઝાડ ઉપરથી પડી ગયા બાદ તેના જમણા હાથમાં ઈજાઓ પહોંચી હતી. તેનો દેશી ઉપચાર કરાવતા સાજા ન થવાથી તબીબે તેનો જમણો હાથ કાપવાની ફરજ પડી હતી. જે બાદ આ યુવક એક હાથથી દિવ્યાંગ બન્યો હતો, તેમ છતાં પણ આ યુવકે હાર માની નથી. સતત તે આગળ વધતો રહ્યો છે, તેણે રમત-ગમત પ્રત્યે ખૂબ રૂચિ હોય 2016ની ઓલમ્પિક કે જે ચંડીગઢમાં આયોજીત કરાઇ હતી તેમાં પણ જયરામે ભાગ લીધો હતો અને ઉંચીકુદ માટે અવ્વલ રહ્યો હતો. ત્યારે 2017માં જયપુરમાં પણ જયરામે ભાગ લીધો અને 2018માં 100 મીટર દોડમાં તેણે પોતાની પ્રતિભાના ઓજસ પાથર્યા હતા, પરંતુ હવે તેમના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય તે આ વર્ષે ચેન્નઈમાં યોજાવા જઈ રહેલી નેશનલ પેરાઓલમ્પિકમાં ભાગ લેવા જઈ શકે એમ નથી.
ચેન્નઈ સુધી જવા તેના પાસે ટ્રેકસૂટ અને શુઝ લેવા માટે પણ પૈસાની તંગી છે
જયરામના જણાવ્યાં અનુસાર તેના ઘરમાં બે ભાઈ અને બે બહેન છે. જેમાં એક બહેનના લગ્ન થઈ ચૂક્યા છે ત્યારે તે ઘરમાં સૌથી મોટો હોય તેના ઉપર ઘરની તમામ જવાબદારીઓ છે. માતા-પિતા બંને ખેતીકામ કે મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે, ત્યારે જયરામ ચેન્નઈમાં આયોજીત પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા જવા માટે ઉત્સુક છે, પરંતુ નાની અગવડ ઊભી છે. તેના કારણે તેની પાસે ટ્રેકસૂટ અને શુઝ લેવા પણ નાણાં હાલમાં ઉપલબ્ધ નથી. જેને લઇને તે હાલ ચિંતામાં છે.
ચેન્નઇમાં નેશનલ ઓલમ્પિક તારીખ 24 થી 27 માર્ચ દરમિયાન યોજાશે
નેશનલ લેવલની પેરા ઓલમ્પિક સ્પર્ધા આગામી તારીખ 24 થી 27 માર્ચ દરમિયાન ચેન્નઈમાં યોજાનારી છે. જેમાં ભાગ લેવા માટે ઓનલાઈન બુકિંગ અને ફોર્મ ફિલપ જયરામ દેવજીભાઈ એ કરી દીધું છે અને પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં તે ટી-ફોર્ટી સેવનમાં ઊંચી કૂદ અને 1500 મીટર દોડમાં ભાગ લેવા માટે કટિબદ્ધ છે. પરંતુ સ્વ-ખર્ચે ચેન્નાઈ સુધી પહોંચવા માટે આર્થિક મદદ મળે એવી આશા વ્યક્ત કરી રહ્યો છે.