ETV Bharat / state

ઉમરગામની ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ, જાનહાનિ નહીં - Fire in a textile company

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી હરીશ ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. અહીં પડેલા સુકા ઘાસના કચરાને સળગાવવા દરમિયાન આગની ઘટના બની હતી.

Umargam
ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ
author img

By

Published : Feb 7, 2020, 5:17 PM IST

વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી હરીશ ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ મોટાપાયે વેસ્ટ કાપડ સળગી ગયું હતું. કંપનીમાં આગની ઘટના બન્યા બાદ કામદારોને સમયસર બહાર મોકલી દેવાતાં જાનહાનિ થઈ નહતી.

ઉમરગામની ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ

વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી હરીશ ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ મોટાપાયે વેસ્ટ કાપડ સળગી ગયું હતું. કંપનીમાં આગની ઘટના બન્યા બાદ કામદારોને સમયસર બહાર મોકલી દેવાતાં જાનહાનિ થઈ નહતી.

ઉમરગામની ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ
Intro:Location :- ઉમરગામ


ઉમરગામ :-  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ હરીશ ટેક્સટાઈ કંપનીમાં પડેલા સુખા ઘાસના કચરાને સળગાવતા તેના તણખા નજીકની પેસિફિક કંપનીમાં પડતા કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં ફાઈબરના કપડાના ઢગલામાં આગનો બનાવ બન્યા બાદ ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ પકડ્યુ હતું. જેને બુઝાવવા ફાયર વિભાગ ને બોલાવવાની ફરજ પડી હતી. આગમાં કોઈ જાનહાની થઈ નહોતી. પરંતુ, મોટાપાયે વેસ્ટ કાપડ સળગી ગયું હતું.

Body:ઉમરગામમાં હરીશ ટેકસ્ટાઈલ્સ અને હરીશ પેસિફિક નામની કંપનીમાં આગની ઘટના બનતા ઉમરગામ ફાયર વિભાગને ટેલિફોનિક જાણકારી આપતા ફાયર વિભાગના જવાનો ફાયર બોલ સાથે પહોંચી ઘટના સ્થળ પર પહોંચી વિકરાળ આગને કાબુમાં લીધી હતી.


આગની ઘટના અંગેની જાણકારી ઉમરગામ પોલિસને પણ આપતા શાંતી સલામતી અને  સુરક્ષા હેતુ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને આગને જોવ ટોળે વળેલા લોકોને દૂર ખસેડયા હતા.આગની ઘટના કંપનીમાં બનતા કંપનીના કામદારોને સમયસર બહાર મોકલી દેતા જાનહાની ટળી હતી. 

Conclusion:આગની ઘટના અંગે કંપની સંચાલકોએ જણાવ્યું હતું કે નજીકની કંપનીમાં વેસ્ટ કચરાને સળગાવ્યો હતો. જેના તણખા નજીકના બીજા પ્લાન્ટમાં ઉડતા પ્લાન્ટમાં પડેલા નકામા કપડાના ઢગલાઓમાં આગ ભભૂકી ઉઠી હતી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.