ETV Bharat / state

ભિલાડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેનાં મોત - Accident

વાપીઃ બારડોલીથી મુંબઇ જઇ રહેલી કારનો ભિલાડ નજીક હાઇવે ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કાર સવાર મુસ્લિમ દંપતિનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે તો કારના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
author img

By

Published : Apr 13, 2019, 12:37 PM IST

મળતી માહિતી પ્રમાણે બારડોલીના એશિયાના નગરના રહેવાસી નસીરભાઈ રાઈન અને તેમની પત્ની શાહજહાં મુંબઇ પુત્રની ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં રાઈનની કારને શનિવારે વહેલી સવારે ભિલાડ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ભિલાડ પાસે અમદાવાદ મુંબઇ હાઇવે પર સાયકલ વાળાને બચાવવા આર્ટિકા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કારની ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અર્ટિકા ગાડીમાં સવાર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કરમાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે મૃત્યુ થયુ હતું.

અકસ્માત

હાલ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત વધુ ગંભીર થતા વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત ભિલાડ પોલીસ સ્ટેશન સામે જ બનતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પર પહોંચી હતી. ગોઝારા અકસ્માતમાં બન્ને મૃતકોના મૃતદેહને કારમાંથી મહામહેનતે બહાર કઢાયા હતાં. જે બાદ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ભિલાડ સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા.

Slug :- ભિલાડ મુંબઈ હાઇવે પર ગોઝારા અકસ્માતમાં મુસ્લિમ દંપતિનું ઘટના સ્થળ પર મોત

Location :- ભિલાડ, વાપી

ભિલાડ :- બરડોલીથી મુંબઇ જઇ રહેલ કારનો ભિલાડ નજીક હાઇવે પર ટ્રક સાથે અકસ્માત થતા આ અકસ્માતમાં સવાર મુસ્લિમ દંપતિનું ઘટના સ્થળે જ મોત અને કારના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

બરડોલીના એશિયાના નગરના રહેવાસી અને મુંબઇ પોતાના પુત્રની પુત્રવધૂને લેવા જતા નસીરભાઈ રાઈન અને તેની પત્ની શાહજહાં રાઈનની કારને શનિવારે વહેલી સવારે ભિલાડ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આ બંને મુસ્લિમ દંપતિનું મૃત્યુ નીપજ્યું હતુઁ જ્યારે કારના ડ્રાઈવર પંડિતને  પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. 

આ અંગે મળતી વિગત મુજબ ભિલાડ પાસે અમદાવાદ મુંબઇ હાઇવે પર સાયકલ વાળાને બચાવવા અર્ટિકા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને કારની ટ્રક સાથે ટકકર થઈ હતી. આ અકસ્માતમાં અર્ટિકા ગાડીમાં સવાર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે કરમાં સવાર પતિપત્નીના નીપજ્યા હતાં. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ભિલાડ હાઇવે પર ગોઝારો અકસ્માત બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. ભિલાડ પોલીસ સ્ટેશન સામે જ અકસ્માત બનતા તરત જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ગોઝારા અકસ્માતમાં બન્ને મૃતકોના મૃતદેહને  કારમાંથી મહામહેનતે બહાર કઢાયા હતાં. અને ભિલાડ સરકારી દવાખાનામા PM અર્થે લઇ જવાયા હતા.

Video spot
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.