ETV Bharat / state

નકલી નોટ પ્રકરણમાં 300 બનાવટી નોટ સાથે 8 ઝડપાયા - Scam exposed

વલસાડ જિલ્લાના ધરમપુરમાંથી SOG પોલીસે 500₹ ના દરની બનાવટી નોટનું ચલણ ફેલાવી રહેલા 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન આરોપીએ કરેલા ખુલાસા અને ક્રોસ ઈન્કવાયરીમાં પોલીસ નોટો છાંપતા આરોપીઓનું પગેરું શોધી અને બનાવટી નોટ પ્રકરણમાં વધુ ચારને ઝડપી પાડી તેમની પાસેથી 300 બનાવટી નોટ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નકલી નોટ પ્રકરણમાં 300 બનાવટી નોટ સાથે વધુ 4 ઝડપાયા

author img

By

Published : Jun 17, 2021, 10:07 AM IST

  • નકલી નોટ પ્રકરણમાં વધુ 4ની ધરપકડ
  • વલસાડ SOG એ 300 નકલી નોટ સાથે 4ને ઝડપ્યા
  • કુલ 8 આરોપીઓ પાસેથી 448 નોટ કબજે કરી

વલસાડઃ જિલ્લામાં એસ.ઓ.જી.એ. ધરમપુર વિસ્તારમાં 500 ના દર બનાવટી નોટનું ચલણ ફેલાવી રહેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમની પોલીસ કસ્ટડી રિમાન્ડમાંં આરોપીએ કરેલા ખુલાસા બાદ પોલીસે નકલી નોટો છાંપતા આરોપીઓનું પગેરું શોધી વધુ ચારને ઝડપી પાડી તેમની પાસેથી 500ના દરની 300 બનાવટી નોટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ વલસાડ SOGએ મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ

વલસાડ SOG દ્વારા બનાવટી ચલણી નોટ કબજે કરાઇ

વલસાડ SOG ની ટીમે ધરમપુર સમડી ચોક સામે આવેલા જુની કેરી માર્કેટ કમ્પાઉન્ડમાં આરોપી ઝીપરૂ સંતા પાસેથી 500 ના દરની 60 બનાવટી ચલણી નોટ કબજે કરી અટક કરી હતી, ત્યાર બાદ અન્ય ત્રણ આરોપીઓને ધરમપુર વિસ્તારમાંથી ઝડપીને પોલીસે કુલ 148 બનાવટી નોટ કબજે લીધી હતી. આ આરોપીઓની પોલીસ કસ્ટડી પૂછપરછ અને વધુ તપાસ PSI એલ.જી. રાઠોડે હાથ ધરી હતી. જેમાં નોટો છાપનાર અને વિતરણ કરી રહેલા વધુ 4 આરોપીઓને દબોચવામાં સફળતા મળી હતી.

નકલી નોટ પ્રકરણમાં 300 બનાવટી નોટ સાથે વધુ 4 ઝડપાયા
નકલી નોટ પ્રકરણમાં 300 બનાવટી નોટ સાથે વધુ 4 ઝડપાયા

આ પણ વાંચોઃ રાજકોટમાં દોઢ વર્ષથી નકલી નોટ છાપતા બે કારખાનેદાર ઝડપાયા

પ્રિન્ટર સ્કેનરથી 500 ના દરની નકલી નોટ છાપતા હતાં

નકલી નોટ પ્રકરણમાં પકડાયેલા અન્ય 4 આરોપીઓમાં હરીદાસ ઉર્ફે હરેશ સોનીરામ ચૌધરીએ પોતાના આર્થિક ફાયદા માટે કૃતેશ ઉર્ફે અજય દેવરામ પાસે સોફ્ટવેર અને પ્રિન્ટર સ્કેનરના માધ્યમથી નોટોની પ્રિન્ટ કઢાવી હતી. હરીદાસના કહેવાથી કાઢી આપી હતી. જેમાંથી 120 નોટ હરીદાસે જયસિંગ લક્ષ્મણ વળવીને આપી હતી. જ્યારે ભગવંતા ઉર્ફે ભગવાન શુક્કર ગુલાડેને 66 બનાવટી નોટો આપી હતી. આરોપીઓ પાસેથી કુલ 300 બનાવટી નોટો પોલીસે કબજે કરીને વલસાડ લાવવામાં આવ્યા હતા.

ચારેય આરોપીઓ નાસિકના છે

અગાઉ પકડાયેલા ચાર આરોપી પાસે 148 અને નવા ચાર આરોપી પાસે 300 મળી કુલ 500ના દરની 448 નોટ પોલીસે કબજે કરી છે. આરોપીઓ સાચી નોટના બંડલમાં ખોટી નોટો ઘુસાડીને અસલી ચલણમાં ખપાવતા હતાં. મૂળ નાસિકમાં આ ચારેય મુખ્ય આરોપીઓની વલસાડ SOG ની ટીમે ધરપકડ કરી બનાવટી નોટ પ્રકરણનો પર્દાફાશ કરવા સાથે તમામ આઠ આરોપીને જેલના સળીયા ગણતા કરી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.