ETV Bharat / state

વલસાડ પાલિકાનો 70 ટકા સ્ટાફ સેલ્ફ ક્વોરેન્ટાઇન થયો

વલસાડ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે ત્યારે, વલસાડ જિલ્લામાં ગઈકાલે 26 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને જિલ્લાનો આંકડો 658 ઉપર પહોંચ્યો છે.

valsad
valsad
author img

By

Published : Aug 1, 2020, 4:16 PM IST

વલસાડ: જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે ત્યારે, વલસાડ જિલ્લામાં ગઈકાલે 26 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને જિલ્લાનો આંકડો 658 ઉપર પહોંચ્યો છે.

વલસાડ પાલિકાના વહીવટી શાખાના કાંતિભાઈનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, તો બે દિવસ અગાઉ વલસાડ નગરપાલિકાના SEO જગત વસાવાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, તો તે પૂર્વે ફાયર વિભાગમાં ફરજ બજાવતા ફ્રેડી ઈચ્છા પોરીયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા તમામ મોટાભાગના 70 ટકા લોકો સેલ્ફ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે, જ્યારે હજુ પણ ચાર જેટલા મહત્વના કર્મચારીઓનો રિપોર્ટ આવવાનો બાકી છે, આ અંગે પાલિકાના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે અને 70 ટકા કરતાં વધુ લોકો રજા મૂકી સેલ્ફ ક્વોરેન્ટાઇન થઇ જતા પાલિકાનો વહીવટ હવે રામ ભરોસે બની ગયો છે.

વલસાડ પાલિકાનો 70 ટકા સ્ટાફ સેલ્ફ ક્વોરેન્ટાઇન થયો
વલસાડ નગરપાલિકામાં ફાયર વિભાગમાં ફરજ બજાવતા ફ્રેડી ઈચ્છાપોરિયાને પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેના સંપર્કમાં આવનાર નગરપાલિકા સ્ત્રીઓના ડ્રાઇવર તેમજ નગરપાલિકા SEO જગતસિંહ વસાવાને કોરોના પોઝિટિવ આવ્યો છે, જેના કારણે જેઓના સંપર્કમાં આવતા તમામ કર્મચારીઓ રજા મૂકી સેલ્ફ ક્વોરેન્ટાઈન થઇ ગયા છે.

જોકે ગઈ કાલે વહીવટી શાખાના કાંતિભાઈને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે, આમ પાલિકાના ત્રણ મહત્વના કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવનારા તમામ લોકો રજા મૂકી સેલ્ફ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. વાત કરીએ વલસાડ પાલિકાની તો વલસાડ પાલિકામાં વહીવટી શાખામાં ત્રણ લોકો બાંધકામ ખાતામાં લોકો અને એકાઉંટ સાતામાં ત્રણ લોકો આમ મહત્વના ખાતામાં મહત્વના ઉચ્ચક કર્મચારીઓને સેલ્ફ ક્વોરેન્ટાઈન થવું પડ્યું છે, તો હજુ પણ ચાર જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે, જેને લઇને પાલિકાના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

મહત્વનું છે કે પાલિકાના મુખ્ય અધિકારી અને કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવનારા મોટા ભાગનો સ્ટાફ રજા મૂકીને સેલ્ફ ક્વોરેન્ટાઇન થઇ ગયો છે, જેને લઇને પાલિકામાં હાલ તમામ વિભાગમાં કર્મચારીઓની ગેરહાજરી વર્તાય રહી છે અને પાલિકાનો વહીવટ રામ ભરોસે થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે.

Conclusion:નોંધનીય છે કે હજુ પણ વલસાડ પાલિકાના મહત્વના કર્મચારીઓ કેતન નાયક કાર્તિકભાઈ શૈલેષભાઈ જેવા અનેક કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે પરંતુ તેઓના રિપોર્ટ હજુ આવવાનો બાકી છે ત્યારે આ તમામ લોકોના સંપર્કમાં આવનારા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પોતે રજા મૂકીને પોતાના ઘરમાં સેલ્ફ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે.

જાણકારોનું કહેવું છે કે અનેક લોકો હજુ પણ કોરોના પોઝિટિવ હોઈ શકે છે અને ધીરે ધીરે હવે નગરપાલિકાએ કોરોના સંક્રમણ વધારવાનું હબ બની રહ્યું હોય એવું વલસાડના શહેરીજનો માની રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.