ETV Bharat / state

સાસંદે દત્તક લીધેલા પારડીના ગોયમાં ગામમાં 10થી વધુ લોકોના કોરોનાથી થયા મોત - વલસાડના તાજા સમાચાર

વલસાડ જિલ્લામાં મારુ ગામ કોરોના મુક્ત ગામ બનાવવા માટે 409 જેટલા ગામોમાં સ્કૂલોમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. પારડી તાલુકામાં 53 જેટલા ગામોમાં 354 બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લાના સાંસદે લીધેલા દત્તક ગામમાં પણ શામેલ છે. સાત હજારની વસ્તી ધરાવતું આ ગામ તાલુકાનું સૌથી મોટું ગામ છે. જ્યાં પણ કોરોનાએ ઘર કર્યું છે અને અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના કોરોનાન કારણે મોત થયા છે. જેમાં માજી જિલ્લા પંચાયત સભ્ય પણ શામેલ છે. જોકે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. 70 ટકા જેટલું રસીકરણ થઈ ચૂક્યું છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકો ટેસ્ટ કરાવવા આગળ આવી રહ્યા છે.

સાસંદે દત્તક લીધેલું પારડીના ગોયમાં ગામમાં 10થી વધુ લોકોના કોરોનાથી થયા મોત

author img

By

Published : May 8, 2021, 9:45 PM IST

  • સાંસદના દત્તક લીધેલા ગામમાં પણ 10થી વધુ લોકોને કોરોના ભરખી ગયો
  • માજી જિલ્લા પંચાયત સભ્ય સહિત અનેક યુવાનોના નિધન થતાં ગામમાં શોકની લાગણી
  • કોરોનાની બીમારી સામે લડવા વેક્સિનેશનની કામગીરી 70% થઇ
  • સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર શરદી અને ઉધરસના લક્ષણો જણાતાં લોકો ટેસ્ટ કરાવવા આગળ આવી રહ્યા છે

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના ગોયમાં ગામ કે જેને સાંસદ દ્વારા દત્તક લેવામાં આવેલું હતુ, જેને એક વર્ષ પૂર્ણ થયા બાદ વિવિધ વિકાસના કાર્યોમાં અગ્રેસર રહ્યું હતું. કોરોના વાઇરસની બીજી લહેરમાં ગામમાં માજી જિલ્લા પંચાયત સભ્ય નારણભાઈ પટેલ સહિત ગામના અન્ય પણ કેટલાક યુવા અગ્રણીઓનું નિધન થયું હતું. જેને પગલે ગામમાં શોકની લાગણી પ્રવર્તી હતી. જોકે કોરોનાને માત આપવા માટે ગ્રામ પંચાયત દ્વારા સતર્કતા દાખવીને ગામની બજાર 10 દિવસ માટે સ્વયંભૂ બંધ કરવામાં આવી હતી. બહારથી આવતાં લોકોના ગામમાં પ્રવેશ ઉપર પણ દેખરેખ રાખવામાં આવી રહી હતી. બીજી તરફ રસીકરણ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું હતું.

કોરોનાની બીમારી સામે લડવા વેક્સિનેશનની કામગીરી 70% થઇ

આ પણ વાંચોઃ અંકોડિયા ગામમાં 10 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું

7,000 કરતાં વધુ વસ્તી ધરાવતા આ ગામમાં 70 ટકા રસીકરણ કરાયું

કોરોના જેવી મહામારી સામે લડવા માટે રસીકરણ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જેના દ્વારા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જેને લઇને કોરોના જેવી બીમારી સામે શરીરને રક્ષણ આપી શકાય છે ત્યારે 60 વર્ષથી ઉપરના અને 40 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ અભિયાન ગ્રામ પંચાયત હોલ ખાતે જ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે માઇક મૂકી ગામમાં વાહનો ફેરવવામાં આવ્યા હતા. જેને પગલે ગ્રામજનોમાં જાગૃતિ આવતા અત્યાર સુધીમાં 70 ટકાથી વધુ રસીકરણ થયું છે. હજુ પણ અનેક લોકો રસી લેવા માટે આગળ આવી રહ્યા છે.

માજી જિલ્લા પંચાયત સભ્ય સહિત અનેક યુવાનોના નિધન થતાં ગામમાં શોકની લાગણી

લક્ષણો જણાતા લોકો સ્વયં ટેસ્ટ કરાવવા માટે આગળ આવે છે

ગોયમાં ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ રોજિંદા અનેક લક્ષણો જણાતા લોકો એન્ટિજન રેપિડ ટેસ્ટ કે RT-PCR ટેસ્ટ કરાવવા માટે સ્વયં આગળ આવી રહ્યા છે. કોરોના ક્યાંક જીવ લઇ લે તેવો લોકોને હવે ડર છે. જેના કારણે લોકો હવે ધીમે ધીમે ટેસ્ટ કરાવવા માટે આરોગ્ય કેન્દ્ર આવી રહ્યા છે. વળી આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યા બાદ તેમને વિશેષ દવાની કીટ પણ આપવામાં આવી રહી છે. જેથી કરીને અગાઉથી જ તેઓ આ દવા લેવાનું શરૂ કરી દેતા તેમને વધુ સંક્રમણ ના ફેલાય અને તેઓ સ્વસ્થ થઇ શેકે.

સાસંદે દત્તક લીધેલા પારડીના ગોયમાં ગામમાં 10થી વધુ લોકોના કોરોનાથી થયા મોત

આ પણ વાંચોઃ જૂનાગઢના કેશોદમાં આવેલો આંબેડકરનગર વિસ્તાર કોરોનામુક્ત બન્યો

ગોયમાં પ્રાથમિક સ્કૂલ ખાતે 12 બેડ બનાવી આઇસોલેશન સેન્ટર ઉભુ કરાયું

7 હજારની વસ્તી માટે પ્રાથમિક સ્કૂલ ખાતે મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત 12 જેટલા બેડ ઉભા કરી આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી આઇસોલેશન સેન્ટરમાં એક પણ દર્દી આવ્યું નથી. તેમ છતા પણ અહીં આગળ આ સુવિધા ઉભી કરવામાં આવી છે જેથી કરી જરૂર પડે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને અહીં આવી સારવાર આપી શકાય. આ માટે રોજ સાંજે ચાર વાગ્યે સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો સ્કૂલની મુલાકાત લઇ આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવેલા દર્દીઓની સારવાર કરી શકે. જો કે લોકોમાં જાગૃતિના અભાવે કે કેટલીક ગેરમાન્યતાઓને લઈને સ્કૂલમાં આઇસોલેટ થવાનું લોકો ટાળી રહ્યા છે અને આ બાબતે અધિકારીઓ લોકોને સમજાવવા માટે અને જાગૃતતા લાવવા માટે વિશેષ સર્વેની કામગીરી ચલાવવામાં આવી રહી છે.

લોકો એન્ટિજન અને RT-PCR ટેસ્ટ કરાવવા આવી રહ્યાં છે

આમ સાંસદે દત્તક લીધેલા ગામમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી દર્દી ત્યાં પહોંચ્યા નથી. બીજી તરફ ગામમાં એક્ટિવ કેસો પણ શામેલ છે, સાથે સાથે લોકોમાં જાગૃતતા આવતા લોકો એન્ટિજન રેપિડ ટેસ્ટ કરાવવા કે RT-PCR ટેસ્ટ કરાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે. આમ ગોઈમાં ગામ કોરોનાના કેસો નોંધાઇ યૂક્યા છે પરંતુ તેમાંથી બહાર નીકળવા માટે અનેક કામગીરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.