વલસાડઃ જિલ્લાના ધરમપુરમાં રહેતા ડો.નીતિન પટેલની 6 વર્ષીય દીકરી જે અતુલ વિદ્યાલયમાં ધોરણ 1માં અભ્યાસ કરે છે. જેના દ્વારા કોરોના જેવી બીમારી સામે કેવી રીતે બચી શકાય તેનાથી બચવા દો ગજ દુરી, માસ્ક પહેરવું જેવા વિવિધ મહત્વ પૂર્ણ મેસેજ થકી એક વીડિયો સમગ્ર વિશ્વ સમક્ષ સોશિયલ મીડિયામાં મુક્યો છે. નાનકડી ઉંમર માં કોરોના જેવી બીમારી સામે જાગૃતતા લાવવા મેસેજ આપનારી આ બાળકી કિયાના ખૂબ વાચાળ અને ગજબની પ્રતિભા ધરાવે છે .
નોંધનીય છે કે, કોરોના જેવી બીમારી અંગે ભલે મોટેરાઓ જાણવા છતાં ઘણી વાર અજાણ બનતા હોય છે. પણ નાના ભૂલકાઓના માનસ ઉપર પણ કોરોના જેવી બીમારી ઘર કર્યુ છે અને એનાથી બચવાના ઉપાયો પણ તેઓ જાણે છે એ ખૂબ મહત્વનું કહી શકાય છે.