- વલસાડમાં 6 માસનું કામ માત્ર 20 દિવસમાં થશે પૂર્ણ
- 75 ટકા કામગીરી હાલ પૂર્ણતાને આરે
- વેસ્ટર્ન ફ્રાઇડ કોરિડોર અંતર્ગત અલગ ટ્રેક નાખવાની કામગીરીમાં વલસાડ રેલવે બ્રીજની પહોળાઈ વધારાઈ રહી છે
- બે દિવસમાં સ્લેબ અને 40 ટ્વીન બોક્ષ ક્રેનની મદદ વડે ગોઠવાયા
વલસાડ : રેલવે એજન્સી દ્વારા માત્ર બે દિવસમાં ભારે ખોદકામ પૂરું કરી નીચે તૈયાર સ્લેબ નાખી પાયો તૈયાર કરાયો હતો. જે બાદ તેની ઉપર 40થી વધુ ભારે ઊંચા ટ્વીન બોક્ષીસ જે અગાઉથી તૈયાર કરી રાખ્યા હતા એને હેવી ઊંચી ક્રેનથી ઉભા બેસાડી બે ગાળાનું ગરનાળું તૈયાર થઈ ગયું છે.
ટ્વીન બોક્ષ ઉપર પાકુ બંધારણ કરી તેની ઉપર જ ડામરના રસ્તાનું કામ કરી દેવાશે
જે 20મી તારીખ સુધીમાં પૂરું કરવાનું સમયબદ્ધ આયોજન છે. જે સંપૂર્ણ થતા જુનની 21મીની મધરાતથી બંધ રેલવે ઓવરબ્રિજ (Overbridge) ફરીથી ધમધમતો થઈ જશે. આધુનિક ટેકનોલોજી દ્વારા દક્ષિણ ગુજરાતમાં આ રીતનો ટ્વીન બોક્ષીસવાળો પ્રથમ ઓવરબ્રિજ (Overbridge) બનાવાઈ રહ્યો છે.
આ પણ વાંચો : વલસાડ રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ રહેતા એસ.ટી. વિભાગને 7 લાખનો ફટકો પડશે
જે કામ પૂર્ણ કરતા 6 મહિના લાગે એવું આ કામ માત્ર 20 દિવસમાં પુરૂ થઇ જશે
ભવિષ્યમાં અન્યત્ર પણ આ ટેક્નોલોજીની મદદથી ઓવરબ્રિજ (Overbridge) તૈયાર થાય તો લોકોને તકલીફો પણ ઓછી પડે અને ટૂંકા ગાળામાં ઓવરબ્રિજ તૈયાર થઈ જાય એમ છે.
આ પણ વાંચો : વલસાડનો રેલવે ઓવરબ્રિજ 21 જૂન સુધી બંધ હોવાથી જિલ્લામાં આવતા લોકોએ 14 કિમી ફરીને આવવું પડશે
દક્ષિણ ગુજરાતમાં ટ્વીન બોક્ષ વાળો પ્રથમ ઓવરબ્રિજ વલસાડમાં તૈયાર
ખુબ ઝડપી કરવામાં આવી રહેલી રેલવે ઓવરબ્રિજ (Overbridge)ને પોહળો કરવાની કામગીરીને જોતાં લાગી રહ્યું છે કે, 2 જૂનથી બંધ કરાયેલો વલસાડ ઓવરબ્રિજ (Overbridge) જે 22 જૂને ફરી એટલે કે 20 દિવસમાં ખુલ્લો મૂકવામાં આવશે, પરંતુ મહત્વનું છે કે, ટ્વીન બોક્ષ અને આધુનિક ટેકનોલોજીની મદદથી દક્ષિણ ગુજરાતનો ઓછા સમયમાં તૈયાર થયેલા પ્રથમ રેલવે ઓવરબ્રિજ (Overbridge)નું વલસાડને ગૌરવ પ્રાપ્ત થશે. આમ વલસાડમાં 20 દિવસ પહેલા જ અત્યાધુનિક ટેકનોલોજીની મદદ વડે બ્રિજનું નિર્માણ કાર્ય જોર શોરથી ચાલી રહ્યું છે.