- ભાજપના મહામંત્રી સહિત 6ને કરાયા સસ્પેન્ડ કરાયા
- પક્ષ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરનારા સામે ભાજપે લીધા આકરા પગલાં
- 6 જેટલા વલસાડના ભાજપના સભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
વલસાડ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પક્ષ વિરુદ્બ જઈને કામગીરી કરનારા સામે પાર્ટીએ આકરા પગલાં લેતા પ્રથમ તબક્કામાં 14 લોકોને 3 વર્ષ માટે પોતાના પદ ઉપરથી સસ્પેન્ડ કરી દીધા છે. બીજા તબક્કામાં વલસાડ શહેર અને તાલુકાના કુલ 6 જેટલા જુના કાર્યકરોને 3 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ભાજપે ટિકિટ ન આપતા નારાજ થયેલ અનેક કાર્યકરોએ પક્ષની પરવા કર્યા વિના પક્ષ વિરોધમાં જઈ ઉમેદવારી નોંધાવી છે. તો કેટલાક લોકોએ પક્ષ વિરોધી કામગીરી કરી રહ્યા હોય વલસાડ ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ 6 જેટલા લોકોને 3 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઇને પક્ષ વિરોધી કામગીરી કરનારમાં ચકચાર મચી ગઈ હતી.
કોને-કોને બીજા તબક્કામાં પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા
- હરીશ ખાલપા ભાઈ પટેલ, ભાજપના મહામંત્રી
- કેતન અરવિંદ ભાઈ પટેલ, પારનેરા ગામના સરપંચ
- ધર્મેશભાઈ શંકર ભાઈ પટેલ, જૂજવા ગામના સરપંચ
- ધર્મેશ બાબુભાઇ પટેલ, ભાગડા વાળા ગામના માજી સરપંચ
- સતિષભાઈ છગન ભાઈ પટેલ, ઘડોઈ ગામના માજી સરપંચ
- બકુલ પ્રભુદાશ ગોર, પક્ષના ઓનલાઇન સભ્ય
હેમંત કંસારા દ્બારા આકાર પગલાં લેવામાં આવ્યા
ભાજપે 6 લોકોને સસ્પેન્ડ કરી 3 વર્ષ માટે સભ્ય પદ ઉપરથી બરતરફ કર્યા છે. ચૂંટણી બાદ પક્ષ વિરુદ્ધ જઈને કામગીરી કરનારા સભ્યો સામે જિલ્લા પ્રમુખ હેમંત કંસારા દ્બારા આકાર પગલાં લેવામાં કોઈ કસર બાકી રાખી નથી અને અચાનક બીજા તબક્કામાં 6 લોકોને સસ્પેન્ડ કરી દેવતા ચકચાર મચી ગઈ છે.