ડુંગરા ગામમાં 200 એકર જમીનમાં વાપીના ઉદ્યોગપતિ નહાર બંધુઓએ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યો છે. જેમાં શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 15000 વૃક્ષોનું વાવેતર કરવાની નેમ પણ શાહ બંધુઓએ રાખી અંતર્ગત શુક્રવારના રોજ વનપ્રધાન રમણ પાટકરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વનપ્રધાન પાટકરે તેમને અભિનંદન આપી જણાવ્યું હતું કે, "રાજ્યમાં હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવી રહ્યા છે, ત્યારે આવા એકમને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે, સારા માર્ગો પર વાહનની અવરજવર થઇ શકે, તે ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાને રાખી આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગો માટે વીજ દરમાં રાહત આપવાનો અને સારા માર્ગનું નિર્માણ કરવાની નેમ સરકારે રાખી છે."
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં વલસાડ દક્ષિણ રેન્જના ફોરેસ્ટ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ અને ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ બુકિંગ કરનાર વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહી તમામે પાર્કમાં વૃક્ષારોપણ કર્યુ હતું.