ETV Bharat / state

વાપીના મુક્તિધામમાં 41 મહિનામાં 4.35 લાખ કિલો લાકડાનો બચાવ કરી પર્યાવરણની જાળવણી કરાઈ - Trustee of Muktidham Satish Patel

વાપીમાં ઉદ્યોગપતિઓના સહકારથી ગેસ આધારિત અદ્યતન સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્મશાનગૃહમાં 41 મહિનામાં કુલ 2175 મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમજ 4.35 લાખ કિલો લાકડાનો બચાવ કરી પર્યાવરણના જતનનો અનોખો સંદેશ આપ્યો છે. મુક્તિધામમાં અસ્થિ માટે ખાસ અસ્થિ બેન્ક છે. મોક્ષરથથી લઈને અંતિમ સંસ્કાર સુધીની સેવા નિઃશુલ્ક છે.

વાપીના મુક્તિધામમાં 41 મહિનામાં 4.35 લાખ કિલો લાકડાનો બચાવ કરી પર્યાવરણની જાળવણી કરાઈ

author img

By

Published : Nov 2, 2020, 12:24 AM IST

  • વાપીમાં ઉદ્યોગપતિઓના સહકારથી બનાવવવામાં આવ્યું છે ગેસ આધારિત મુક્તિધામ
  • 2017 માં રૂપિયા 3.5 કરોડના ખર્ચે મુક્તિ ધામનું નિર્માણ કરાયું
  • UPL, GIDC, નોટિફાઇડના સહકારથી મુક્તિધામ નિર્માણ પામ્યુ

વલસાડઃ જિલ્લાનું વાપી જેટલું ઔદ્યોગિક પ્રદુષણથી જગતમાં ઓળખાઇ રહ્યું છે. તેટલું હવે અંહીના અત્યાધુનિક મુક્તિધામથી પણ ઓળખાય રહ્યું છે. ગુજરાતમાં જામનગરની જેમ વાપીમાં બનાવેલા સુવિધાસજ્જ સ્મશાનગૃહમાં 41 મહિનામાં 2175 જેટલા મૃતદેહને ગેસ આધારીત ચેમ્બરમાં વિધિવિધાન સાથે અંગ્નિસંસ્કાર આપવામાં આવ્યાં છે. જેના થકી અત્યાર સુધીમાં 4.35 લાખ કિલો લાકડાનો બચાવ થયો છે.

Muktidham
વાપીના મુક્તિધામમાં 41 મહિનામાં 4.35 લાખ કિલો લાકડાનો બચાવ કરી પર્યાવરણની જાળવણી કરાઈ

અંદાજિત 41 મહિનામાં 2175 લોકોના મૃતદેહને અગ્નિદાહ અપાયો

વાપીમાં દમણગંગા નદીના કિનારે 27 મે 2017ના અંદાજીત 3.5 કરોડના ખર્ચે ગેસ આધારીત અત્યાધુનિક સ્મશાનગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાઇટેક ટેક્નોલોજીથી સજ્જ આ સ્મશાનગૃહના અંદાજિત 1253 દિવસ એટલે કે 41 મહિનામાં 2175 લોકોના મૃતદેહને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અગ્નિદાહ આપવામાં આવ્યાં છે. જે તમામ મૃતદેહને ગેસ આધરીત સગડીથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં છે.

એક મૃતદેહ પાછળ 300 કિલો લાકડા સામે માત્ર 8 થી 10 કિલો જ બળે છે ગેસ

સામાન્ય રીતે એક વ્યક્તિના મૃત્યું બાદ થતા અગ્નિસંસ્કારમાં અંદાજીત 300 કિલો જેટલા લાકડાઓને બાળવા પડતા હોય છે. જ્યારે એ જ મૃતદેહ પાછળ ગેસ આધારીત ચેમ્બરમાં 8 થી 10 કિલો ગેસનો વપરાશ થાય છે. ટૂંકમાં જેટલા કિલો લાકડા બચે એટલા ઝાડ પણ બચી શકે અને પર્યાવરણનું નિકંદન ઘટે છે.

પર્યાવરની જાળવણીના ઉદ્દેશ્ય સાથે મુક્તિધામનું નિર્માણ કરાયું

આ હાઇટેક ડીજીટલ સુવિધાઓથી સજ્જ મુક્તિધામ અંગે તેની સલગ્ન સંસ્થા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી અને મુક્તિધામના ટ્રસ્ટી સતીશ પટેલે વિગતો આપી હતી કે, આ સ્મશાનગૃહનું નિર્માણ પર્યાવરણની જાળવણીના ઉદેશય સાથે કરવામાં આવ્યું છે. અંતિમધામમાં 4 ગેસ આધારિત સગડી છે. વાપીના મોટા-મોટા ઉદ્યોગપતિઓ દ્વારા અપાયેલા દાનથી તેને સુવિધાસજ્જ બનાવી શક્યા છીએ.

દૂર રહેતા સબંધીઓ લાઈવ અગ્નિસંસ્કાર નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાઈ

સ્મશાનગૃહમાં મૃતદેહને લઇને આવતા લોકો માટે અત્યાધુનિક હોલ, બગીચો, સહીત વિદેશમાં વસતા સગા વ્હાલા તેમના અંતિમ સંસ્કારને લાઇવ નિહાળી શકે તે માટેની સુવિધાઓ સાથે અસ્થિ વિસર્જનની સેવા પણ પુરી પાડવામાં આવે છે. જે તમામ સેવા નિઃશુલ્ક છે. અંતિમ સંસ્કાર બાદ અસ્થિઓને સાચવવા માટે ખાસ અસ્થિબેન્ક છે.

ઉદ્યોગકારોના સહકારથી તમામ સુવિધાઓની જાળવણી કરવામાં આવે છે
વાપીના આ અત્યાધુનિક મુક્તિધામનું વાપીની વિવિધ સહયોગી સંસ્થાઓના સહયોગ થકી નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આઘુનિક સગડીઓ, હોલ, સાથે સુંદર બગીચો અને ફૂવારાની રંગબેરંગી લાઇટથી સજ્જ છે. મુક્તિધામની જાળવણી માટે ખાસ વર્કિંગ કમિટીની રચના કરવામાં આવી છે. જેના થકી લાઇફ ટાઇમ સુધીના ખર્ચ માટેની તૈયારી છે. જેમાં UPL અને આરતી ઇન્ડસ્ટ્રીઝ જેવી સંસ્થાઓનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે.

અગ્નિસંસ્કાર બાદ કમ્પ્યુટરાઈઝડ સર્ટીફીકેટ આપવામાં આવે છે

મુક્તિધામમાં દરેક મૃતદેહની રજીસ્ટરમાં નોંધણી કરવામાં આવે છે. ઉપરાંત અગ્નિસંસ્કાર બાદ તરત કમ્પ્યુટરાઈઝડ સર્ટિફિકેટ આપવમાં આવે છે. કોરોના કાળ દરમિયાન પણ સરકારની ગાઇડલાઈન મુજબ જિલ્લાના સર્વાધિક કોવિડ મૃતદેહનો અહીં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.