વાપી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ મળીને ગુરુવારે 41 કોરોના પોઝિટિવ દર્દીઓનો રાફડો ફાટ્યો હતો. જેમાં દાદરા નગર હવેલીમાં નવા 28 દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 13 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જ્યારે નવા 15 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
ગુરુવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે કુલ 141 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે 219 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ 143 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

દમણમાં ગુરુવારે 13 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 10 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દમણમાં કુલ 136 એક્ટિવ કેસ છે. 272 દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 82 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં ગુરુવારે 9 દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 9 દર્દીઓને રજા આપવામાં આવી હતી. તો, 2 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. વલસાડ જિલ્લામાં કુલ આંકડો 502 પર પહોંચ્યો છે. જેમાંથી 176 સારવાર હેઠળ છે. 289ને સારવાર માંથી મુક્તિ અપાઈ છે. જિલ્લામાં કુલ 6 મૃત્યુ કોરોનાથી જ્યારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ અન્ય કારણોસર નોંધાયેલ મૃત્યુની સંખ્યા 41 પર અને 3 બહારના દર્દીઓ મળી કુલ 50 દર્દીઓ અત્યાર સુધીમાં મોતને ભેટ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં કોરોના વાઇરસના કહેરમાં વહીવટીતંત્રે લીધેલા અસરકારક પગલાને કારણે ત્રણેક દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પરંતુ રોજમાં 2 દર્દીઓના મૃત્યુ થયા હોય મૃત્યુ આંક ચિંતા હળવી કરવાને બદલે વધારો કરી રહી છે.