વલસાડ: દક્ષિણ ગુજરાત વીજ કમ્પનીમાં ITI ધરમપુરના તાલીમાર્થીઓ એપ્રેન્ટીસ કારીગર તાલીમ યોજના હેઠળ લાગતા ITI ના આચાર્ય તેમજ તેમના ટ્રેડ સુપરવાઈઝર દ્વારા અભિનંદન પાઠવ્યા છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના યુવક યુવતી પગભર બને અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે એ માટે તેમની કારકિર્દીના ઘડતર માટે સરકાર દ્વારા દરેક તાલુકામાં ITI શરૂ કરવામાં આવી હતી. જેમાં દરેક ઔધોગિક કામગીરીનું પ્રશિક્ષણ આપી યુવક યુવતીને પ્રશિક્ષિત કરવામાં આવે છે. જે પૈકી ધરમપુરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અનેક ટ્રેડમાં યુવક યુવતીઓ તાલીમ લઈ રહ્યા છે. જે પૈકી જુલાઈ-2019ની વાયરમેનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 15 વિદ્યાર્થીઓ એપ્રેન્ટીસ કારીગર તાલીમ યોજના હેઠળ DGVCLમાં જોડાયા છે અને પોતાની કારકિર્દી તરફ પ્રથમ ડગલું ભર્યું છે.