- મુખ્યપ્રધાનના હસ્તે વલસાડમાં 145.14 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમૂહૂર્ત થશે
- 3 તાલુકાના 114 ગામની 3.82 લાખની વસ્તીને પીવાનાં પાણીનો લાભ મળશે
- કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ જિલ્લા કલેકટરે કર્યું સ્થળ નિરીક્ષણ
વલસાડઃ પારડી તાલુકાના ધગડમાળ ગામે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 145.14 કરોડની 3 તાલુકાની પાણી પુરવઠા યોજનાનું ખાતમૂહૂર્ત કરવા માટે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું જિલ્લા કલેકટર આર રાવલ અને વહીવટી તંત્રના કાફલાએ કાર્યક્રમના આખરીઓપનું નિરીક્ષણ કર્યું હતું.
3 તાલુકાની 145.14 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
વાપી પારડી અને વલસાડ ત્રણેય તાલુકાઓમાં મળીને પાણી પુરવઠાની અલગ-અલગ યોજનાનું 18 ડિસેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેના થકી ત્રણ તાલુકાના 114 ગામોની 3.82 લાખની વસ્તીને પીવાનાં પાણીનો લાભ મળશે.
કાર્યક્રમમાં બેઠક અંગેની કરાઈ વિશેષ વ્યવસ્થા
મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં આવનારા લોકોની બેઠક વ્યવસ્થા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ખુરશીઓ વચ્ચે 6 ગજની દૂરી રાખી ગોઠવવામાં આવી છે. જેથી આ કોવિડ-19 મહામારીના સમયમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તેમજ આવનારા તમામ લોકોને માસ્ક અને સેનિટાઈઝર જેવી વસ્તુઓ સાથે રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ જિલ્લા કલેકટરે સ્થળ નિરીક્ષણ કર્યું
વલસાડ જિલ્લા કલેકટર આર રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર તેમજ જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓએ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વિવિધ સલાહ સૂચનો પણ આપ્યા હતા.
કાર્યક્રમની પૂર્વસંધ્યાએ BJPના કાર્યકરો પણ સ્થળ પર પહોંચ્યા
પારડી તાલુકાના ધગડમાળ ગામે પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત પ્રસંગે આવી રહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ સ્થળ ઉપર જોવા મળ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ
આમ શુક્રવારના રોજ યોજાનારા ખાત મુહુર્ત કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમમાં કોઇપણ જાતની કચાશ ન રહે તેમજ કોવિડ-19ના નિયમોનું પાલન યોગ્ય રીતે થાય તેવા હેતુથી જિલ્લા કલેકટરની આગેવાનીમાં વહીવટીતંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું હતું. તેમજ સમગ્ર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.