ત્યારે વલસાડ જિલ્લામાં એક તરફ પાણીના તળ સતત નીચે જઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ પાણીની તંગી દૂર કરવા નવા બોર બનાવવાની માંગ પણ વધી રહી છે. અને નવા બોરની માંગ વધતા બોરવેલના ધંધા સાથે સંકળાયેલ બોરવેલ સંચાલકો પાસે મોટા ભાગના ઓર્ડર પેન્ડિંગ રહે છે. અને તે 10 દિવસે પણ પુરા નથી કરી શકતા હોવાનું બોરવેલ માલિકોનું કહેવું છે.
આ અંગે શિવમ બોરવેલના માલિક મુકેશ સાગરે જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં મોટાપાયે નવા બોર બનાવવાની ડિમાન્ડ વધી છે અને રોજના 7 જેટલા ઓર્ડર કર્યા બાદ પણ 50 ઓર્ડર પેન્ડિંગમાં રહે છે. ત્યારે બોરવેલ માટે મોટાભાગે હોળી પછી ડિમાન્ડ વધતી હોય છે. જે આ વખતે એ પહેલાથી જ વધી છે અને મુકેશ સાગરના જણાવ્યા મુજબ પહેલા 50 ફૂટના બોરમાં પાણી આવતું હતું. હવે તે 300 થી 400 ફૂટના લેવલે આવે છે અને ક્યારેક તો તે લેવલે પણ પાણી નીકળતું નથી.
પાણીના તળ ઊંડા જવા અંગે મુકેશ સાગરએ ઓછા વરસાદને મહત્વનું કારણ ગણે છે. આ ઉપરાંત નહેરો દ્વારા અપાતું પાણી હવે નિયત દિવસો પૂરતું જ છોડાતું હોય અને નહેરનું પાણી જમીનમાં સોર્સ તરીકે પચતું નથી. એટલે મોટાભાગના બોર કુવાના સોર્સ સુકાઈ ગયા છે અને પાણી નીકળતું ન હોવાનું અનુમાન મુકેશ સાગરે લગાવ્યું હતું.