વલસાડ: વિશ્વવ્યાપી મહામારી કોરોના વાઈરસથી બચવા ભારત સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે આવી સ્થિતિમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત સરકાર દ્વારા લોકો પાસે આર્થિક મદદ માગી હતી. જે પૈકી દરેક વ્યક્તિ અને સામાજિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે.
વલસાડ જિલ્લામાં પણ શનિવારે 10 લાખ 30 હજાર 444 જેટલી રકમના ચેક વલસાડ જિલ્લા કલેક્ટરને વલસાડની બે સામાજિક સંસ્થા અને એક ભગવતાચાર્ય અને એક શૈક્ષણિક સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં આવેલું સામાજિક સંસ્થા અને વ્યક્તિઓ દ્વારા પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં અનેક મોટી રકમના ચેક આપવામાં આવ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટરને સરદાર, ભીલડવાળા, પારડી પીપલ્સ કોપરેટીવ બેન્ક લિમિટેડ દ્વારા રૂપિયા 5 લાખ રૂપિયા, શ્રી ટંડેલ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા 4,44,444 રૂપિયા, શરદભાઈ વ્યાસ ભગવતાચાર્ય દ્વારા 51,000 રૂપિયા, તેમજ પોલીટેક્નિક સિવિલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ વલસાડ દ્વારા 35,000 રૂપિયાના ચેક રવિવારે વલસાડ જિલ્લા કલેકટર સી. આર. ખારસણને આપવામાં આવ્યા છે. જે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં જમા કરવામાં આવશે. આ તમામ નાણાનો ઉપયોગ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સામે આરોગ્ય લક્ષી સેવાના ઉપયોગમાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં વિવિધ વ્યક્તિ વિશેષ અને સંસ્થાઓ મંડળીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ દાનની રકમ આપવા માટે આગળ આવી છે.