- વાહન ચેકીંગ દરમિયાન સ્પ્લેન્ડર બાઈક ઉપર જતા યુવક અને મહિલા પાસે ગાંજો મળ્યો
- પાંચ પેકેટમાં ભરેલ વનસ્પતિ જન્ય ગાંજો મળી આવતા ચકચાર
- 13,300 ગ્રામ ગાંજો 1લાખ 33 હજારની કિંમતનો જથ્થો કબ્જે
- જથ્થો વાપી ભડકમોરા તરફ લઈ જવાતો હતો
વલસાડઃ હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, તે દરમિયાન પોલીસ નાનાપોંઢા ખાતે આવેલા સરકારી હોસ્પિટલ રોડ પર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન સ્પ્લેન્ડર બાઈક નંબર GJ 15 PK 1149 પર સવાર થઇ આવી રહેલા જીતેશ ઓખા ચોરીયા, જ્યારે તેની સાથે પાછળ બેઠેલી મહિલા નીલાબેન થાનસિંગ ગુજ્જર પોતાની સાથે એક પ્લાસ્ટિકની થેલીમાં પાંચ જેટલા ખાખી કવરોમાં રબરબેન્ડ બાંધી પાંચ પેકેટમાં વનસ્પતિજન્ય ગાંજો અંદાજિત કુલ વજન 13.300 ગ્રામ હતો. જેની અંદાજિત કિંમત 1,33,000 પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ ભારાપરમાં ખેતીની આડમાં ગાંજો વાવ્યો, પોલીસે પકડી પાડ્યો
વનસ્પતિજન્ય ગાંજોની FSL દ્વારા ખરાઈ કરાઈ
FSL દ્વારા તેની ખરાઇ કરતા આ વનસ્પતિજન્ય ગાંજો તેઓ વાપી તરફ લઈ જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને અટકાવી તપાસ કરતાં તેમની પાસેથી આ જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ ગાંધીનગરના છાલા પાસેથી કારમાંથી પકડાયો 2 લાખનો ગાંજો
1 લાખ 68 હજાર 500નો મુદ્દામાલ કબ્જે
હાલ પોલીસે મોટર સાયકલની કિંમત 30,000, બે મોબાઈલ ફોન તેમજ 13.300 ગ્રામ ગાંજો જેની કિંમત 1,33,000 મળી કુલ 1, 68,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે પકડાયેલા બન્ને આરોપીને કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની સામે ધરપકડ કરી NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.