વાપી: શુક્રવારે વલસાડ જિલ્લા કલેકટર આર. આર. રાવલે વાપી મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લા કલેકટર તરીકે નિયુક્ત થયા બાદ કલેકટર રાવલની આ પ્રથમ મુલાકાત હતી. જેમાં વાપી મામલતદાર સાથે અને અન્ય સ્ટાફ સાથે બંધ બારણે એકાદ કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી.
એકાદ કલાક ચાલેલી ચર્ચા બાદ તેમની મુલાકાત અંગે કલેકટર રાવલને પૂછતાં તેમણે આ અંગે મીડિયા સમક્ષ કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. જ્યારે કલેકટર આર. આર. રાવલની વાપી મામલતદાર કચેરીની મુલાકાતને લઈને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વલસાડ કલેકટરની વાપી મામલતદાર સાથે ચર્ચા, ચર્ચાસ્પદ જમીન પ્રકરણને લઈને ચર્ચા થઈ હોવાના તર્કવિતર્ક - વાપી મામલતદાર
વલસાડ જિલ્લા કલેકટર આર. આર. રાવલે શુક્રવારે સાંજે વાપી મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાથે બંધ બારણે એક કલાક ચર્ચા કરી હતી. જોકે, કલેકટરે આ અંગે મીડિયા સમક્ષ કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. પરંતુ હાલમાં વાપી નજીકના મોરાઈ ગામનું જમીન પ્રકરણ ચગ્યું હોય એ અંગે મામલતદાર સાથે ચર્ચા કરવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી હતી.