વડોદરા: બાબા અમરનાથયાત્રામાં દર વર્ષે હજારો ભાવિ ભક્તો દર્શનાર્થે જતા હોય છે.ત્યારે વડોદરાથી ગત સપ્તાહમાં જ એક યાત્રીનું મોત નીપજ્યું હતું. ત્યારે ફરી એકવાર વડોદરાના યુવકનું અમરનાથ યાત્રા દરમિયાન અવસાન થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ યુવક ગૌરક્ષક સમિતિ સાથે સંકળાયેલ હતો. તે 10 લોકોનું ગ્રૂપ અમરનાથ યાત્રા માટે ગયા હતા. દરમ્યાન અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલમાં પરિવારમાં ગમગીની ફેલાઈ છે અને યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ ફ્લાઇટ દ્વારા વડોદરા લાવશે.
સારવાર દરમ્યાન મોત: વડોદરા શહેરના યાત્રીઓ મોટી સંખ્યામાં અમરનાથ યાત્રાએ દર વર્ષે જતા હોય છે. આ વર્ષે પણ ઘણા યાત્રીઓ યાત્રાએ ગયા છે. આ યાત્રા દરમ્યાન વધુ એક વડોદરાના યાત્રીનું મોત નીપજ્યું છે. યુવાનનું મોત હાર્ડ એટેકના કારણે થયું હોવાનું પ્રાથમિક વિગતો હાલમાં સામે આવી છે. શહેરના ફતેપુરા વિસ્તારના પીતાંબર ફળિયામાં રહેતા યુવક ગણેશ કદમનું યાત્રા દરમ્યાન તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબે યીવકને સારવાર બાદ બચાવી શક્ય ન હતા. આ યીવકનું મોત હાર્ડ અટેકથી થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જ્યારે સાચું કરણ તો પોસ્ટમોર્ટમ બદાજ સામે આવશે.
પાર્થિવદેહ વડોદરા લવાશે: આ યુવક પરણિત હતો અને પરિવારમાં પત્ની સહિત 2 બાળકો હતા. આ યુવકની આશરે ઉમર 32 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ વડોદરા માટે બીજી ઘટના છે કે અમરનાથ યાત્રામાં યાત્રા દરમિયાન યાત્રીનું મૃત્યુ થયું હોય. અગાઉ પણ શહેરના વેમાલી ગામના 58 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ યુવકાન મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા મિત્રો અને હિતેચ્છુઓમાં ગામગીની ફેલાઈ છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ શ્રીનાગરથી વડોદરા લાવવાં પ્રયાસો હાલમાં હાથ ધરવામાં આવી રહ્યો છે. મૃત દેને શ્રીનગર થી વિમાન માર્ગે સેવાદાર દીપક પટેલ અને વિજય પ્રધાન લઈને આવશે અને વડોદરા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલમાં આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરિવડ્યું છે.